ગુજરાત સ્થાપના દિને ધી ગવર્મેન્ટ ઓફિસર્સ ચેરિટેબલ ક્લબ અને પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા પગરખા વિતરણ કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-03 11:12:57
  • Views : 405
  • Modified Date : 2019-05-03 11:12:57

ઉનાળાના દિવસોમાં ગરમીનો પારો ઉંચો જઇ રહ્યો છે અને શાળાઓમાં પરીક્ષાઓ પુર્ણતાના આરે હોઇ વેકેશનની મજા માણવા બાળકો થનગની રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના લોક સેવાને વરેલા એવા જિલ્લા કલેક્ટર આનંદ પટેલની પ્રેરણા થકી ગુજરાત સ્થાપના દિને ધી ગવર્મેન્ટ ઓફિસર્સ ચેરિટેબલ એન્ડ રીક્રીએશન ક્લબ અને પ્રયાસ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક શાળાના બાળકોને ઉનાળાની ગરમીમાં પોતાનું આરોગ્ય સાચવી અને વેકેશનની મજા લઇ શકે તે હેતુથી પગરખા વિતરણ કરી માનવસહજ સંવેદનાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ હતુ.  પાટણ શહેરની ઠક્કરબાપા કન્યા શાળા ખાતે આજ રોજ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખના હસ્તે ઠક્કરબાપા કન્યા શાળાના ૩૮૦, ઠક્કરબાપા કુમાર શાળાના ૩૨૪, મેનાબા પ્રાથમિક શાળાના ૬૧ જેટલા બાળકોને સેવાની ભાવનાથી પગરખા વિતરણ કરી ગુજરાત સ્થાપના દિનની ઉજવણીને સાર્થક કરતા પરમ આદરણીય ઇન્દુચાચાની સેવાકીય ભાવનાને ચરિતાર્થ કરી હતી. આ તબક્કે જિલ્લા વિકાસ અધિકારીએ કલેક્ટરના ઉમદા પ્રયત્નને બિરદાવી, આવા પ્રસંગો અન્ય લોકોને પ્રેરણાદાયી બની રહેતા  હોય છે તેમ જણાવી અધિકારીઓની સંવેદના વ્યક્ત કરી હતી અને સેવાકીય પ્રવૃત્તિઓની કટિબધ્ધતા વ્યક્ત કરી હતી. આ તબક્કે ઓફિસર્સ કલબના અધિકારીઓ, પ્રાંત અધિકારી ડી.બી. ટાંક, ખેતીવાડી અધિકારી શૈલેષભાઇ પટેલ, નાયબ નિયામક (વિ.જા) વિઠ્ઠલભાઇ પટેલ, ચીફ ઓફિસર આર.એચ.પટેલ, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન.પટેલ, જિલ્લા માહિતી કચેરીના અધિકારી ડી.પી.પટેલ, પ્રયાસ ફાઉન્ડેશનના મયંકભાઇ, પારસભાઇ  સહિતના અધિકારીઓ અને સમાજ સેવકઓ તેમજ કર્મચારીઓ અને શાળાનો શિક્ષકગણ ઉપસ્થિત રહી સમાજ સેવાના આ પ્રેરણારૂપ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ તબકકે જરૂરીયાત મંદ બાળકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના સમાજસેવી અભિગમને હકારાત્મક આવકાર મળ્યો હતો અને સમાજને એક પ્રેરણા પુરી પાડનાર ઉદાહરણ મળી રહ્યુ છે. ત્યારે આવનારા સમયમાં સેવાકીય પ્રવૃત્તિઓને વેગ મળશે અને તેનો લાભ જિલ્લાના જરૂરીયાત મંદ સુધી પહોંચશે.   


Download Our B K News Today App



Related News