Letest News
બીગ બોસને મુંબઇ આવવાની ફરજ પાડી...
ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ઇન્શાલ્લાહનું શૂટિંગ મુંબઇમાં થઇ રહ્યું હોવાથી ફિલ્મના હીરો સલમાનના હિટ ટીવી શો બીગ બોસને મુંબઇમાં આવવાની ફરજ પડી હતી.
ઇમરાન ખાનના લગ્નજીવનમાં પડી તિરાડ...
બોલિવૂડના સુપર સ્ટાર આમિર ખાનના ભત્રીજા અભિનેતા ઇમરાન ખાનનાં લગ્નજીવનમાં તિરાડ પડી હોવાની અને પતિપત્ની બંને છૂટાં પડવાનું વિચારી રહ્યા હોવાની વાતો વહેતી થઇ હતી.
જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી પછી મોદી દેશના ત્રીજા એવા વડાપ્રધાન કે જે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી વખત એનડીએને પૂર્ણ બહુમતી મળી છે. જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી પછી મોદી દેશના ત્રીજા એવા વડાપ્રધાન છે, જેમને સતત બીજી ટર્મ માટે બહુમતી મળી છે.
રાહુલ ગાંધીએ પીએમ મોદીને આપ્યા અભિનંદન...
કોંગ્રેસના પરાજયની 100 ટકા જવાબદારી મારી છે - રાહુલ ગાંધી
કોહલી! આ ટીમ સૌથી પહેલા બનાવશે...
2019નાં વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ત્યારે એક પ્રશ્ન ચોતરફ ગુંજી રહ્યો છે કે આ વખતે કઈ ટીમ 500 રનનો સ્કોર બનાવી શકશે. આ સવાલ પર ભારત કેપ્ટન કોહલીનું માનવું છે કે ઈંગ્લેડ વન-ડે આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 રન બનાવનારી દુનિયાની પહેલી ટીમ બની શકે છે.
શેરબજારમાં જોરદાર તેજી....
NDAની સત્તા ફરી બનતા શેરબજારમાં ખુશીનો માહોલ છે. જેમાં આજે સવારે શેરબજાર ખુલતા ઉછાળો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 264.89 પોઇન્ટ વધીને 39,076 ની સપાટીએ ખુલ્યો છે.
હાર્દિક પટેલ ઉકળ્યો, અલ્પેશ ઠાકોરે PM મોદીના કર્યા વખાણ....
લોકસભા ચૂંટણી 2019નું વલણ સ્પષ્ટ થઇ ગયું છે. ભાજપ પૂર્ણ બહુમતી સાથે ફરી સરકાર બનાવશે તેવું સ્પષ્ટ થઇ ગયું છે. તો ગુજરાતમાં ભાજપે તમામ 26 સીટ પર કબજો કરી લીધો છે,
આવતીકાલે ધોરણ-12 કોમર્સનું પરિણામ...
તાજેતરમાં જ ધોરણ-10 બોર્ડનુ પરિણામ જાહેર થયા બાદ હવે આવતીકાલે ધોરણ-12 કોમર્સનું પરિણામ જાહેર કરાશે. ત્યારે હવે અત્યારથી જ વિદ્યાર્થીઓની સાથે વાલીઓના ધબકારા વધી ગયા છે, કે પરિણામ શું આવશે.
મોદી લહેરમાં આ 12 પૂર્વ મુખ્યમંત્રી પણ ધોવાઈ ગયા
લોકસભા ચૂંટણી 2019માં મોદી સુનામીમાં વિપક્ષના સુંપડા સાફ થઈ ગયા છે. મોદી લહેર સામે મોટા મોટા નામ ધોવાઈ ગયા છે. દેશની સૌથી જૂની પાર્ટીના કેટલાક એવા નેતાઓની યાદી સામે આવી છે જે પોતાના રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે
આઠ રાજ્યોમાં ભાજપે કરી ક્લીન સ્વીપ
ગુજરાતમાં દરેક ૨૬ બેઠકો પર ભાજપ જીતી ચુક્યું છે તેવી જ રીતે દિલ્હીની પણ સાત બેઠક ભાજપ અગાઉની જેમ ફરી જીતી ગયુ છે. ઉત્તરાખંડમાં પણ તેવી જ સ્થિતિ છે.
આ દિગ્ગજની પાર્ટી લોકસભામાં ધોવાઇ...
બિહારમાં આરજેડી, કોંગ્રેસ, રાલોસપા, હમ, વીઆઇપી અને સીપીઆઇએમના ગઠબંધનને માત્ર એક જ બેઠક મળી, કિશનગંજ બેઠકથી સંતોષ માનવો પડ્યો
પરબતભાઇની ઐતિહાસિક અને રેકોર્ડ બ્રેક જીત
બનાસકાંઠા લોકસભાની ચૂંટણીની ગુરૂવારે યોજાયેલી મત ગણતરી બાદ મોડી સાંજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઇ ભટોળનો પરાજય થયો હતો. જ્યારે રાજ્ય સરકારના મંત્રી અને થરાદના ધારાસભ્ય ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલનો જંગીલીડથી ભવ્ય વિજય થયો હતો.
ગુજરાતમાં ભાજપને 26 સીટો મળતા જ CM રૂપાણીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં લોકસભાની ૨૬ અને વિધાનસભાની પેટાચૂંટાણીમાં ભાજપને ભવ્યાતિભવ્ય વિજય અપાવવા બદલ ગુજરાતની જનતાજનાર્દનનો હદયપૂર્વક આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ
PM મોદીની જીત પર આ શક્તિશાળી દેશના વડાપ્રધાન ઉછળી પડ્યાં...
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યાં. ભાજપ બીજા કાર્યકાળ માટે સત્તા જાળવી રાખવામાં સફળ થઈ છે. નેતન્યાહૂએ પોતાની મહાન મિત્રતા અને સંબંધોને મજબુત કરવાના સોગંધ ખાધા.
એક કેરીનો ભાવ 500 રૂપિયા......
પોતાના ભારે ભરખમ ફળોને કારણે 'કેરીની મલ્લિકા' તરીકે પ્રસિદ્ધ 'નૂરજહાં'નો પાક ગત વર્ષે જીવાતોના ભીષણ પ્રકોપને લીધે બરબાદ થઇ ગયો હતો.
બેંક ઓફ બરોડા 900 શાખાઓ બંધ કરશે.
બેંક ઓફ બરોડાએ દેશભરમાં 800થી 900 શાખાઓ બંધ અથવા સ્થાનાંતરિત કરવાનું નક્કી કર્યું છે. બેંક પોતાની કાર્યકારી કાર્યક્ષમતા વધારવા માટે આ પગલું લઈ રહી છે.
અખાદ્ય કેરીનો નાશ કરાયો....
હિંમતનગર નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે શહેરમાં અખાદ્ય કેરી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક અંતર્ગત કાર્યવાહી હાથ ધરી 257 કિ.ગ્રા. કેરીનો નાશ કરાયો હતો.
ચમત્કાર:મહાવીરસ્વામીના કપાળે સૂર્યતિલક દેખાતા ભક્તોએ જયઘોષ કર્યો
કોબા ખાતે આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે વર્ષમાં એક જ વાર થતી અલૌકિક ખગોળિય ઘટના જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
નરેન્દ્ર મોદીની બાયોપીકનું બીજું ટ્રેલર રિલીઝ.
પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'નું નવું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. વિવેક ઓબેરોય સ્ટારર આ ફિલ્મનું ટ્રેલર પહેલાં કરતાં વધુ દમદાર હોવાનું જણાય છે.


