અખાદ્ય કેરીનો નાશ કરાયો....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-22 17:39:05
  • Views : 405
  • Modified Date : 2019-05-22 17:39:05

હિંમતનગર નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે શહેરમાં અખાદ્ય કેરી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક અંતર્ગત કાર્યવાહી હાથ ધરી 257 કિ.ગ્રા. કેરીનો નાશ કરાયો હતો. હિંમતનગર શહેરમાં તમામ પ્રકારના ફળ ફળાદિ લોકોના આરોગ્યને જોખમમાં મૂકી કૃત્રિમ રીતે પકવવામાં આવે છે અને બેરોકટોક વેચાણ થઇ રહ્યુ છે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગે સીઝનની શરૂઆતમાં નામ પૂરતી કામગીરી કરી અગમ્ય કારણોસર શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરવા ખૂલો દોર આપી દીધો છે. આવુ જ પ્રતિબંધિત પ્લાસ્ટિકના કિસ્સામાં છે એકના એક વેપારીઓ પકડાય છે દંડાય છે અને કડક કાર્યવાહીના અભાવે પ્લાસ્ટિક વેચતા રહે છે.મંગળવારે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દૂર્ગા બજારમાં હોલ સેલ કેરીનુ વેચાણ કરતા એન.કે. એન્ડ જે.કે. ફ્રૂટ્સ નામની પેઢીમાં તપાસ હાથ ધરી 257 કિ.ગ્રા. અખાદ્ય કેરીનો જથ્થો જપ્ત કરી રૂા.1200 નો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.ચીફ ઓફિસર અલ્પેશકુમાર પટેલે જણાવ્યુ કે વારંવાર દંડાતા વેપારીઓને લાયસન્સ રદ કરવાથી માંડી દુકાન સીલ કરવા સુધીની કાર્યવાહી આગામી સમયમાં કરવામાં આવનાર હોવાની વેપારીઓને સૂચના આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News