ગુજરાતમાં ભાજપને 26 સીટો મળતા જ CM રૂપાણીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-24 11:23:35
  • Views : 589
  • Modified Date : 2019-05-24 11:23:35

ગુજરાતમાં લોકસભાની ૨૬ અને વિધાનસભાની પેટાચૂંટાણીમાં ભાજપને ભવ્યાતિભવ્ય વિજય અપાવવા બદલ ગુજરાતની જનતાજનાર્દનનો હદયપૂર્વક આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, આગામી પાંચ વર્ષમાં દેશ વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરશે.જનતાને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને સરકારની નીતિઓ પર ભરોસો છે તે આજના પરિણામો પરથી સિધ્ધ થયુ છે. આ જીત એ ભારતની જીત છે, નાગરિકોની જીત છે. નરેન્દ્ર મોદી હવે દુનિયામાં લોકપ્રિય નેતાના રૂપમાં ઉભરી આવ્યા છે.તેમ કહેતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, આ ચૂંટણીમાં ફરીથી ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિતભાઈ શાહે સંગઠનનો સાચો પરિચય કરાવ્યો છે. બંગાળ, ઓરિસ્સા, બિહાર, કર્ણાટકમાં ભાજપ મજબૂત બન્યો છે. પાંચ મહિના પહેલા કોંગ્રેસની સરકાર રચાઈ તે રાજસ્થાનમાં ભાજપને તમામ ૨૫ બેઠકો મળી છે.પશ્ચિમ બંગાળમાં ભાજપને સફળતા મળી છે. ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો પર ભાજપને વિજય મળ્યો છે. ફરીવાર આવુ બનાવી રાખવું સરળ નથી પણ ગુજરાત કા બેટા દેશ કા નેતાને અનુસરીને જનતાએ મત આપ્યા છે. આ ચૂંટણીમાં ભાજપના કાર્યકરો, મોદીના ચાહકો, સમર્થકો સહિત ગુજરાતની પ્રજાએ સખત મહેનત કરી છે. તે સૌને અભિનંદન આપીએ એટલે ઓછા છે.

Download Our B K News Today App



Related News