શેરબજારમાં જોરદાર તેજી....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-24 13:04:09
  • Views : 484
  • Modified Date : 2019-05-24 13:04:09

NDAની સત્તા ફરી બનતા શેરબજારમાં ખુશીનો માહોલ છે. જેમાં આજે સવારે શેરબજાર ખુલતા ઉછાળો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 264.89 પોઇન્ટ વધીને 39,076 ની સપાટીએ ખુલ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 90.95 પોઈન્ટ વધીને 11,748 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. ગઇકાલે દિવસ દરમિયાન શેરબજારે રેકોર્ડ બ્રેક 40,000નો આંકડો પાર કર્યો હતો.એનડીએની સત્તા પર જોરદાર વાપસીથી રૂપિયામાં વધારો થયો છે. શુક્રવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં વધારો જોવા મળ્યો છે. શુક્રવારે ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે 26 પૈસાના જોરદાર વધારા સાથે રૂપિયો ખૂલ્યો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.75 ના ભાવ પર ખૂલ્યો છે. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 70.01 પર બંધ રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે એનડીએની વાપસીના સંકેતથી જ રૂપિયામાં ઉછાળો જોવા મળી રહ્યો હતો.શુક્રવારે શેરબજારના આરંભમાં બીપીસીએલ, આઇઓસી, યસ બેન્ક, લાર્સન, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા, એશિયન પેઇન્ટ્સ, રિલાયન્સ, એસબીઆઈ, એક્સિસ બેન્ક, ઇન્ફોસિસ, હીરો મોટોકોર્પ, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ, સન ફાર્મા, મહિન્દ્રા અને મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેન્ક, પાવર ગ્રીડ કોર્પોરેશન, આઇટીસી, સિપ્લા અને ડો. રેડ્ડીઝ લેબ્સએ મજબૂતી સાથે ટ્રેડ થઇ રહ્યો છે.


Download Our B K News Today App



Related News