બેંક ઓફ બરોડા 900 શાખાઓ બંધ કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-22 17:59:54
  • Views : 765
  • Modified Date : 2019-05-22 17:59:54

બેંક ઓફ બરોડાએ દેશભરમાં 800થી 900 શાખાઓ બંધ અથવા સ્થાનાંતરિત કરવાનું નક્કી કર્યું છે. બેંક પોતાની કાર્યકારી કાર્યક્ષમતા વધારવા માટે આ પગલું લઈ રહી છે. દેના બેંક અને વિજયા બેંક 1 એપ્રિલથી બેંક ઓફ બરોડા સાથે જોડાઈ ગઈ છે.બેંક ઓફ બરોડાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, 'દેના અને વિજયા બેંકના વિલીનીકરણ પછી એક જ સ્થાને બંને બેંકોની બ્રાન્ચ ચાલી રહી હતી, જેની કોઈ જરૂર નહોતી. આ ઉપરાંત, ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા જેમાં ત્રણ બેંકોની શાખાઓ એક જ સ્થળે અથવા એક જ બિલ્ડિંગમાં કાર્યરત હતી. એવામાં ક્યાં તો શાખાઓ બંધ કરવામાં આવશે અથવા તો ડુપ્લિકેશનને રોકવા માટે લોજિકલ રીતે કોઈ અન્ય વિકલ્પ અપનાવવો પડશે. તેથી રિસર્ચ કર્યા પછી અમને લાગ્યું કે 800થી 900 શાખાઓ બંધ કરવાની જરૂર છે. તેમાંની કેટલી બ્રાન્ચ બીજી જગ્યાએ શિફ્ટ કરવાનો પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ.'અધિકારીએ જણાવ્યું કે, 'ત્રણ બેંકોની ઘણી પ્રાદેશિક કચેરીઓનાં કાર્યાલય પણ એક જ સ્થળે ચાલી રહ્યાં છે. એવામાં જોડાણ બાદ તેને બંધ કરવાની જરૂર છે. બેંકની દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર ભારતમાં મજબૂત સ્થિતિ છે. તેથી હવે પૂર્વ ભારતમાં વિસ્તરણ કરવાની જરૂર છે.'દેના બેંક અને વિજયા બેંકના વિલિનીકરણ સાથે સ્ટેટ ઓફ ઇન્ડિયા પછી બેંક ઓફ બરોડા બીજા નંબરની જાહેર ક્ષેત્રની બેંક બની છે. હાલ તેની પાસે 9500 શાખાઓ, 13,400 એટીએમ, 85,000 કર્મચારીઓ અને 12 કરોડ ગ્રાહકો છે.જોડાણ પછી બેંકનું કુલ ટર્નઓવર 15 લાખ કરોડ રૂપિયાથી વધી ગયું છે. અગાઉ એપ્રિલ 2017માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પાંચ એસોસિયેટ બેંક અને ભારતીય મહિલા બેંકનું જોડાણ કર્યું હતું.

Download Our B K News Today App



Related News