નરેન્દ્ર મોદીની બાયોપીકનું બીજું ટ્રેલર રિલીઝ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-22 14:46:42
  • Views : 584
  • Modified Date : 2019-05-22 14:46:42

પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'નું નવું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. વિવેક ઓબેરોય સ્ટારર આ ફિલ્મનું ટ્રેલર પહેલાં કરતાં વધુ દમદાર હોવાનું જણાય છે. 2 મિનિટ ને 12 સેકન્ડના આ ટ્રેલરમાં પીએમ મોદીના નાનપણથી લઈ પીએમ બનવા સુધીની સફર બતાવવામાં આવી છે.ટ્રેલરની શરૂઆત વિવેક ઓબેરોયના ડાયલોગ 'ભૈયા હમ તો સિર્ફ મહેનત કરતે હૈં, જાદુ તો કેન્દ્ર સરકાર કરતી હૈં, દેશ કી તિજોરી ગાયબ..નૌજવાન કે રોજગાર ગાયબ..કોયલા ગાયબ...બિજલી ગાયબ...યહાં તક કી પ્રધાનમંત્રીજી કી આવાજ ભી ગાયબ..' ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે એક બાળક ચા વેચે છે અને ત્યારબાદ પરિવાર છોડીને આરએસએસમાં સામેલ થાય છે. ટ્રેલરમાં દમદાર ડાયલોગ પણ સાંભળવા મળે છે. જેમ કે, 'આંખો મેં દેશ કે લિયે ઈતને સપને હૈં કી નીંદ કે લિયે કોઈ જગહ હી નહીં હૈં..' ટ્રેલરમાં ગોધરાકાંડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગોધરાકાંડ પહેલાં વિવેક એક સંવાદ બોલે છે, 'ગુજરાત મેં ધંધા હોને દૂંગા, ગુજરાત કા ધંધા નહીં હોને દૂંગા...' ટ્રેલરમાં સોનિયા ગાંધી તથા પૂર્વ પીએમ મનમોહન સિંહ પણ જોવા મળે છે.ઓમાંગ કુમારની આ ફિલ્મ લોકસભા મતગણતરી બાદ એટલે કે 24મેના રોજ રિલીઝ થશે. આ પહેલાં ફિલ્મ 12 એપ્રિલે રિલીઝ થવાની હતી. જોકે, ચૂંટણીપંચે લોકસભાની ચૂંટણી હોવાથી ફિલ્મ રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો. વિપક્ષે પણ આ ફિલ્મ રિલીઝ સામે વિરોધ કર્યો હતો. આ મુદ્દે ફિલ્મના પ્રોડ્યૂસર્સ સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતાં. જોકે, ચૂંટણીપંચને કારણે આ ફિલ્મને રિલીઝ કરી શકાઈ નહોતી.

Download Our B K News Today App



Related News