બીગ બોસને મુંબઇ આવવાની ફરજ પાડી...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-24 14:10:16
  • Views : 483
  • Modified Date : 2019-05-24 14:10:16

ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ઇન્શાલ્લાહનું શૂટિંગ મુંબઇમાં થઇ રહ્યું હોવાથી ફિલ્મના હીરો સલમાનના હિટ ટીવી શો બીગ બોસને મુંબઇમાં આવવાની ફરજ પડી હતી. અત્યાર અગાઉ બીગ બોસનું શૂટિંગ મુંબઇથી ૯૦ કિલોમીટર દૂર આવેલા લોનાવલામાં થતું હતું. અત્યાર સુધીમાં આ શોની અગિયાર સીઝન થઇ ચૂકી છે અને લગભગ બધી સીઝન હિટ સાબિત થઇ હતી. બારમી સીઝનનું સંચાલન પણ સલમાન ખાન કરવાનો છે. આ ટીવી શોના સંચાલકોને સલમાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે હાલ હું સંજય લીલા ભણસાલીની ફિલ્મ માટે સળંગ તારીખો આપી ચૂક્યો છંુ. એટલે રોજ નિયમિત લોનાવલા આવજા કરવાનું મારા માટે શક્ય નથી. બીગ બોસના સર્જકોએ સલમાન ખાનની સગવડ સાચવવા આ શોનું શૂટિંગ પણ મુંબઇમાં કરવાની તૈયારી આદરી દીધી હતી. આ શો માટે સલમાન ખાનની કેટલી ડિમાન્ડ છે એ આ વાત પરથી સમજી શખાય છે.ઇન્શાલ્લાહમાં પહેલીવાર આલિયા ભટ્ટ સલમાન ખાન સાથે ચમકવાની છે. અગાઉ સલમાન ખાન પોતાની પુત્રીની ઉંમરની અન્ય અભિનેત્રી સોનમ કપૂર સાથે રાજશ્રીની પ્રેમ રતન ધન પાયો ફિલ્મ કરી ચૂક્યો છે. હવે ઇન્શાલ્લાહમાં એ પોતાની પુત્રીની ઉંમરની બીજી અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે ચમકી રહ્યો છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 120