PM મોદીની જીત બાદ પાકનું વલણ બદલાઈ ગયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-24 14:25:49
  • Views : 589
  • Modified Date : 2019-05-24 14:25:49

નરેન્દ્ર મોદી ફરીથી સત્તા પર આવતા પાકિસ્તાને પોતાનું વલણ બદલી દીધુ હોય તેમ લાગે છે. નવા ઘટનાક્રમમાં પાકિસ્તાને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ માટે પોતાના એરસ્પેસ ખુલ્લા મૂકી દીધા છે. સ્વરાજને SCOની બેઠકમાં ભાગ લેવા માટે કિર્ગિઝ્સ્તાનની રાજધાની બિશ્કેક જવાનું હતુ. જે પાકિસ્તાનના એરપોર્ટથી જવુ પડ્યુ અને આ સિવાય પાકે પોતાની પરવાનગી આપી દીધી.14 ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચે સંબંધો વણસ્યા છે પરંતુ હવે પાકિસ્તાને પોતાના વલણમાં નરમાઈનો સંકેત આપી દીધો છે. આના શરૂઆતી સંકેત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કિર્ગિઝ્સ્તાનની રાજધાની બિશ્કેકમાં એસસીઓની બેઠકમાં જવા અને આવવા માટે પોતાના એરસ્પેસને ખોલી દીધા છે. તણાવપૂર્ણ માહોલ વચ્ચે પાકે ભારત માટે હવાઈ સરહદ બંધ કરી રાખી છે.

Download Our B K News Today App



Related News