એક કેરીનો ભાવ 500 રૂપિયા......

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-22 18:10:52
  • Views : 436
  • Modified Date : 2019-05-22 18:10:52

પોતાના ભારે ભરખમ ફળોને કારણે 'કેરીની મલ્લિકા' તરીકે પ્રસિદ્ધ 'નૂરજહાં'નો પાક ગત વર્ષે જીવાતોના ભીષણ પ્રકોપને લીધે બરબાદ થઇ ગયો હતો. પરંતુ કેરીના આ દુર્લભ પ્રકારના ફળના શોખીનો માટે સારી ખબર છે કે હાલની સીઝનમાં તેના વૃક્ષો પર ફળોની બહાર ખીલી ઊઠી છે. અફઘાનિસ્તાની મૂળની મનાતી આ કેરીની પ્રજાતિ 'નૂરજહાં'ના ગણ્યા ગાંઠ્યા ઝાડ મધ્યપ્રદેશના અલીરાજપુરના કટ્ટીવાડા ક્ષેત્રમાં જોવા મળે છે. નૂરજહાંનો ફળ આશરે એક ફૂટ જેટલો લાંબો હોઇ શકે છે. તેની ગોટલીનું વજન જ 150થી 200 ગ્રામ જેટલું હોય છે. નૂરજહાંના ફળોની મર્યાદિત સંખ્યાના કારણે શોખીન લોકો આ ફળ જ્યારે ઝાડ પર લટકવા લાગે ત્યારે જ બુકિંગ કરી લેતા હોય છે. માગ વધવાથી તેના એક ફળની કિંમત 500 રૂપિયા સુધી પહોચી જાય છે. ઇન્દૌરથી આશરે 250 કિમીના અંતરે કટ્ટીવાડામાં આ પ્રજાતિના નિષ્ણાત ઇશાક મંસૂરીએ જણાવ્યું કે ' આ વખતે સીઝનની મહેરબાનીથી નૂરજહાંના વૃક્ષો પર બહુ ફળ લાગ્યા છે. તેથી અમે તેના સારા પાકની આશા રાખી રહ્યા છીએ.'ગત વર્ષે નૂરજહાંના ચાહકો બગુ નિરાશ થયા હતા, કારણ કે જીવાતોની કારણે તેનો આખો પાક બરબાદ થઇ ગયો હતો. મંસૂરીએ જણાવ્યું કે ગત વર્ષે કિટ-જીવાતે અચાનક હુમલો કરી દીધો હતો અને નૂરજહાંના ફૂલ ફળ બને તે પહેલાં જ સાફ કરી નાંખ્યા હતા. આખો પાક ખલાસ થઇ ગયો હતો. પરંતુ આ વખતે નૂરજહાંના પાકથી ઉત્સાહિત મંસૂરી કહે છે કે આ વર્ષે સીઝનની મહેરબાની છે અને યોગ્ય દેખ-રેખથી નૂરજહાંના વૃક્ષોમાં ભારે ભરખમ ફળો લદાયેલા છે અને લોકો તેની મનભરીને મજા લઇ શકશે.નૂરજહાંના વૃક્ષો પર જાન્યુઆરીથી ફળ આવવાની શરૂઆત થઇ હતી અને જૂનના અંત સુધી ફળ પાકીને તૈયાર થઇ જશે. આ વખતે એક ફળનું સરેરાશ વજન 2.5 કિલો રહેવાનું અનુમાન છે. આમ તો ચોંકાવનારી વાત એ છે કે આ ફળનું વજન કોઇ જમાનામાં 3.5થી 3.75 કિલોની વચ્ચે રહેતું હતું. નિષ્ણાતાના જણાવ્યા મુજબ છેલ્લા એક દાયકા દરમિયાન ચોમાસામાં વિલંબ, ઓછો વરસાદ. અતિવર્ષા અને હવામાનમાં ઉતાર ચઢાવને કારણે નૂરજહાંનું વજન સતત ઘટી રહ્યું છે.

Download Our B K News Today App



Related News