પરબતભાઇની ઐતિહાસિક અને રેકોર્ડ બ્રેક જીત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-24 11:33:10
  • Views : 508
  • Modified Date : 2019-05-24 11:33:10

બનાસકાંઠા લોકસભાની ચૂંટણીની ગુરૂવારે યોજાયેલી મત ગણતરી બાદ મોડી સાંજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઇ ભટોળનો પરાજય થયો હતો. જ્યારે  રાજ્ય સરકારના મંત્રી અને થરાદના ધારાસભ્ય ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલનો જંગીલીડથી ભવ્ય વિજય થયો હતો. જેમના વિજયને પાર્ટીના કાર્યકરો- સમર્થકોએ વધાવી લીધો હતો.બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ભાજપે રાજ્ય સરકારના મંત્રી અને થરાદના ધારાસભ્ય પરબતભાઇ પટેલને ટિકીટ આપી હતી. જયારે સામે પક્ષે કોંગ્રેસના પરબતભાઇ પટેલ ચૌધરી સમાજમાંથી આવતાં હોવાથી કોંગ્રેસ પણ સામાજીક સમીકરણો ધ્યાને ઇતર સમાજની ભારે નારાજગી વચ્ચે બનાસડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઇ ભટોળ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.  જ્યાં ભાજપ- કોંગ્રેસ અને અપક્ષના મળી કુલ ૧૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેનું પરિણામ ગુરૂવારે જાહેર કરવામાં આવ્યું હતુ. જેમાં ભાજપના પરબતભાઇ પટેલનો જંગી બહુમતીથી વિજય થયો હતો. જેમના વિજયને પગલે ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં આનંદ છવાઇ ગયો હતો. જ્યાં પાલનપુર ખાતે પરબતભાઇ પટેલનું ભવ્ય વિજય સરઘસ નીકાળવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો  - સમર્થકો જોડાયા હતા. ફુલહાર તેમજ  એક- બીજાનું મોં મીંઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Download Our B K News Today App



Related News