ઉનાળાના રોગોથી સાવધાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 11:27:49
  • Views : 720
  • Modified Date : 2019-04-18 11:27:49

ડીસાની ગરમી અને ઠંડી બન્ને સિઝન દેશના બીજા સૂકા ભાગોથી ખૂબ અલગ પડી જાય છે. ડીસાની ગરમી એટલે ટેમ્પરેચર વધુ રહે છે. તેથી પરસેવો ભરપૂર થાય છે. ડીસાની ગરમી એટલે કે ચિપચિપી ગરમી જેમાં વ્યક્તિ દિવસમાં કેટલીયવાર પરસેવાથી નાહતો રહે છે. ડીસાવાસી  તો ઉનાળાના ૪ મહિના તો સતત પરસેવે ન્હાય છે એ વાતમાં બેમત ન હોઈ શકે.  સમજવા જેવી બાબત એ છે કે પરસેવો શરીર માટે જેટલો ફાયદામંદ છે એનું ચામડી પર રહેવું એટલું જ નુકસાનકારક છે. એ બાબતે ડાpકટરો કહે છે, ‘પરસેવાનો સૌથી મોટો લાભ એ છે કે એ બાડી-ટેમ્પરેચરને કન્ટ્રોલમાં રાખે છે. જે વ્યક્તિને પરસેવો ન થતો હોય એવી વ્યક્તિને ૩૦ ડિગ્રી તાપમાન પણ ૩૫ ડિગ્રી જેટલું મહેસૂસ થતું હોય છે. આમ એનાથી ગરમી અસહ્ય બની જાય છે. પરંતુ એનો અર્થ એ નથી કે એ પરસેવો ચામડી પર રહેવા દઈએ તો ચાલે. શરીરમાં જે જગ્યાએ પરસેવો જમા થતો હોય છે એ ચામડીને ખરાબ કરતો હોય છે જેને દૂર કરવા ઉનાળામાં ફરજિયાત બે વાર નાહવું જરૂરી છે. મુંબઈમાં જોવા જઈએ તો અમુક ખાસ પ્રકારના ચામડીના રોગો છે. જે ઉનાળામાં અત્યંત કામન રોગ છે. લગભગ ૩૦-૪૦ ટકા લોકોને આ રોગ થઈ શકે છે. આજે જાણીએ આ રોગોનું મુખ્ય કારણ અને એનાથી બચવાના ઉપાયો.અળાઈ ઃ જન્મેલા બાળકથી લઈને વૃદ્ધ સુધી કોઈપણ વ્યક્તિને થઈ શકે એવી વર્ષો જૂની બીમારી એટલે અળાઈ જેને હિન્દીમાં ઘમોરિયા અને અંગ્રેજીમાં પ્રિક્લી હીટ કહે છે. એ થવાનું મુખ્ય કારણ પરસેવો જ છે. ખાસ કરીને પીઠ અને ગળાના ભાગમાં તથા પરસેવો જ્યાં જમા થતો હોય એવા ભાગમાં એ જોવા મળે છે. જેમાં સ્કિન પર ઝીણા-ઝીણા દાણા ઊઠી આવે છે જે એકદમ લાલ હોય છે અને એમાં ખૂબ ખંજવાળ પણ આવે છે. કાંટા ભોંકાતા હોય એવું પણ લાગે અને ત્યાં બળતરા પણ ખૂબ જ થાય. એનો ઉપાય જણાવતાં ડાકટરો કહે છે, ‘પહેલાંના લોકો કહેતા કે સૌથી પહેલા વરસાદમાં નાહીએ તો અળાઈ મટી જાય. એની પાછળનું સાયન્સ એ છે કે એને ઠંડક આપવી જરૂરી છે. જેના માટે પહેલા વરસાદ સુધી રોકાવું જરૂરી નથી. દરરોજ એકદમ ઠંડા પાણીએ નાહવાથી પણ સારી અસર થાય છે. આ ઉપરાંત પરસેવો જમા ન થાય એ માટે પાઉડર પણ વાપરી શકાય.’ફંગલ ઇન્ફેક્શન ઃ ગરમી અને ભેજવાળી હવામાં ફૂગ વધુ ફૂલેફાલે છે. જેથી આ સિઝનમાં આ ઇન્ફેક્શન કામન છે. આમ તો સ્કિન પર ફંગલ ઇન્ફેક્શન અલગ-અલગ પ્રકારે જોવા મળે છે, પરંતુ ઉનાળામાં જે કામન છે એ છે દાદ. શરીરમાં જે જગ્યાએ પરસેવો જમા થાય એ જગ્યાએ આ પ્રકારનો પ્રાબ્લેમ વધુ જોવા મળે છે. એક રીતે જોવા જઈએ તો સ્વચ્છતાની કમીને કારણે જ એ સર્જાય છે. આમ એનાથી બચવા સ્વચ્છતામાં લાપરવાહી ન કરવી અને બને ત્યાં સુધી ઢીલાં, કાટનનાં કપડાં જ પહેરવાં. આ ઇન્ફેક્શન વિશે સાવધ કરતાં ડાક્ટર કહે છે, ‘આજકાલ જાહેરાતોમાં દેખાડવામાં આવતી દાદ માટેની ક્રીમ લોકો બેધડક વાપરતા થઈ ગયા છે જેને લીધે તેમને તરત તો રાહત થાય છે, પરંતુ થોડા દિવસ પછી આ ઇન્ફેક્શન વધુ મોટા પાયે શરીર પર અટૅક કરે છે. આ પ્રકારના ઇન્ફેક્શનમાં ડાક્ટરને કન્સલ્ટ કર્યા વગર કંઈ પણ વાપરવું યોગ્ય નથી.’સનબર્ન કે ટૅનિંગ ઃ ઉનાળામાં તડકામાં નીકળીએ ત્યારે શરીર પર જલદ તડકો પડે અને ચામડી પોતાના બચાવ માટે જે મેકૅનિઝમ વાપરે એને કારણે ટૅનિંગ થઈ જાય. એટલે કે કાળાં ચાઠાં પડી જાય. એનાથી બચવા સનસ્ક્રીન થોડા અંશે ફાયદાકારક રહી શકે છે, પરંતુ અમુક સંવેદનશીલ ચામડી ધરાવનાર લોકોને સખત સનબર્ન પણ થઈ શકે છે. જેમાં સ્કિન પર ખૂબ જ ખંજવાળ આવે, સ્કિન પર લાલ ચાઠાં થઈ જાય અને સ્કિન આખી ઊખડીને હાથમાં આવી જાય. આવા લોકોને સ્કિન માટે સ્પેશ્યલ કાળજી અને ઇલાજની જરૂર પડે છે.કેરીની ગરમી ઃ ઉનાળામાં ફળોનો રાજા કેરી આવે છે જેના માટે લોકો એવી માન્યતા ધરાવે છે કે એ ગરમ પડે છે. ઘણીવાર મોઢા પર નીકળતા ફોડકાઓ માટે લોકો એને જવાબદાર ઠેરવે છે.  ‘આ રોગનું મેડિકલ નામ પેરીપોરાઇટિસ છે જે બાળકોમાં થતો ચામડીનો રોગ છે. એમાં નાનાથી માંડીને મોટા-મોટા ફોડકાઓ ખાસ કરીને મોઢા પર નીકળે છે જેને સાદી ભાષામાં આપણે ગરમી નીકળી એમ કહીએ છીએ. ઉનાળામાં આ રોગ વધુ થાય છે એ વાત સાચી, પરંતુ કેરી સાથે એને કોઈ લેવાદેવા નથી. કેરી ખાવાથી ગરમી નીકળે એ વાત સાવ બેબુનિયાદ છે. આ રોગનો ઇલાજ અત્યંત જરૂરી છે.’ 


Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 295