ગુજરાતના 7 લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર: અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવ કર્યો વધારો

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-21 18:56:29
  • Views : 700
  • Modified Date : 2022-10-21 18:56:29

અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. અમૂલ ડેરીએ ફરીએકવાર ભાવમાં વધારો કર્યો છે. અમૂલ ડેરીએ પ્રતિ કિલો ફેટે રૂપિયા 20નો ખરીદભાવમાં વધારો કર્યો છે. જૂનો ભાવ પ્રતિ કિલો ફેટે રૂપિયા 760 હતો જે વધારી નવો ભાવ રૂપિયા 780 કરવામાં આવ્યો છે. જે નિર્ણયથી 7 લાખ પશુપાલકોને સીધો લાભ થશે. અમૂલ ડેરીમાં દરરોજ લાખો લિટર દૂધની આવક નોંધાય છે. જેની જગ વિખ્યાત વિવિધ પ્રોડ્કટ ધૂમ મચાવી રહી છે. ત્યારે સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે અમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 760 રૂપિયાને બદલે 20 રૂપિયાનો વધારો કરવામાં 780 રૂપિયા પ્રતિ કિલો ફેટે વધારો આપવામાં આવશે. આ જાહેરાત બાદ પશુપાલકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. અમૂલ ડેરીએ ગાયના દૂધમાં પણ પ્રતિકીલો ફેટે 5 રૂપિયાનો વધારો કરાયો છે.  અમૂલ ડેરીના આ નિર્ણયથી 7 લાખ પશુપાલકોને ફાયદો થશે.

Download Our B K News Today App



Related News