તેલંગાણામાં ઈલેક્ટ્રીક બાઈક ચાર્જ કરતી વખતે લાગી આગ

  • Published By :
  • Published Date : 2022-09-13 11:49:46
  • Views : 297
  • Modified Date : 2022-09-13 11:49:46

   તેલંગાણાના સિકંદરાબાદમાં એક હોટલમાં ભીષણ આગ લાગી હતી. તેની લપેટમાં આવવાથી 8 લોકોના મોત થયા હતા અને કેટલાક ઘાયલ પણ થયા હતા. હૈદરાબાદના પોલીસ કમિશનર સીવી આનંદે જણાવ્યું હતું કે, હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર ઈલેક્ટ્રિક સ્કૂટર રિચાર્જિંગ યુનિટમાં આગ ફાટી નીકળી હતી જે પહેલા અને બીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. ઘણા લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી દીધી હતી.

ગૃહમંત્રીએ ઘટનાની તપાસનો આદેશ આપ્યો

   રાજ્યના ગૃહમંત્રી મોહમ્મદ મહમૂદ અલીએ આ ઘટનાની તપાસની વાત કરી છે. તેમણે કહ્યું કે, તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ફાયર બ્રિગેડની ટીમ લોજમાંથી લોકોને બચાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે પરંતુ ભારે ધુમાડાને કારણે કેટલાક લોકોના મોત થઈ ગયા છે. લોજમાંથી કેટલાક લોકોને બચાવી લેવાયા છે. આ ઘટના કેવી રીતે બની તેની અમે તપાસ કરી રહ્યા છીએ.

પીએમ મોદીએ 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી 

   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગની આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, તેલંગાણાના સિકંદરાબાદમાં આગને કારણે થયેલા જાનહાનિથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. દરેક મૃતકના પરિવારજનોને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયતા આપવામાં આવશે.


 

Download Our B K News Today App



Related News