હાથમાં બ્લડ બેગ લઈને ઉભી રહી માતા,જમીન પર બેસીને લોહી ચઢાવવા મજબૂર બાળકી

  • Published By :
  • Published Date : 2022-09-15 16:38:17
  • Views : 313
  • Modified Date : 2022-09-15 16:38:17

મધ્યપ્રદેશની હોસ્પિટલની વાયરલ તસવીરમાં દેખાતી પીડિત યુવતીનું નામ સંતોષી કેવત જણાવવામાં આવી રહ્યું છે. બાળકીની ઉંમર આશરે 15 વર્ષની છે. હોસ્પિટલના સ્ટાફે કહ્યું કે બેડ ખાલી નથી. યુવતીના પરિવારજનોએ ગમેતેમ કરીને લોહીની વ્યવસ્થા કરી હતી.  મધ્યપ્રદેશમાં આરોગ્ય તંત્રની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે. રાજ્યના સતના જિલ્લામાં એક સરકારી હોસ્પિટલની બેદરકારીની તસવીર વાયરલ થઈ રહી છે. તસવીરમાં એક બાળકી જમીન પર બેસીને લોહી ચઢાવી રહી છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે બાળકીની માતા લોહીની બોટલ લઈને ઉભી છે. આ ઘટના સતના જિલ્લાની મૈહર સિવિલ હોસ્પિટલની જણાવવામાં આવી રહી છે. સતના જિલ્લાના મૈહર સિવિલ હોસ્પિટલની તસવીરો વાયરલ થવા પર જિલ્લા અધિકારી અનુરાગ વર્માએ ઘટનાને ધ્યાનમાં લઈને સીએમએચઓને ઘટના સ્થળ પર પહોંચીને તપાસના આદેશ આપ્યા છે. પરંતુ હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાથી સ્ટાફે તેને જમીન પર બેસીને લોહી આપ્યું હતું. આ દરમિયાન બાળકીની માતા લોહીની બોટલ લઈને ઉભી હતી. આ મામલામાં ડોક્ટર અને નર્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. હોસ્પિટલના ઈન્ચાર્જ ડો. પ્રદીપ નિગમનું એક ઈન્ક્રીમેન્ટ અને નર્સ અંજુ સિંહના બે ઈન્ક્રીમેન્ટ તાત્કાલિક અસરથી રોકવા માટે સૂચના આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News