ચીન સહિત પાંચ દેશોમાં વધી રહેલા કોરોનાના કેસોના પગલે દેશભરમાં કોરોના પોઝિટિવ કેસોની જીનોમ સિકવન્સિંગ કરવા પર કેન્દ્રનો નિર્દેશ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-21 17:38:08
  • Views : 574
  • Modified Date : 2022-12-21 17:38:08

ચીનમાં કોરોનાને કારણે હાહાકાર મચ્યો છે, જેના પગલે અમેરિકા તથા અન્ય પાંચ દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યાના અહેવાલો આવી રહ્યા છે, ત્યારે ભારતે ચિંતા વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે અને તે વચ્ચે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને દેશમાં કોરોનાના તમામ પોઝિટિવ કેસોની જીનોમ સિક્વન્સિંગ કરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે જાપાન, અમેરિકા, રિપબ્લિક ઓફ કોરિયા, બ્રાઝીલ અને ચીનમાં કોરોનાના કેસમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે દેશમાં આવી રહેલા કોરોના પોઝિટિવ કેસોની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે. આનાથી કોરોનાના નવા વેરિએન્ટ વિશે સમયસર માહિતી મળી શકશે.
જીનોમ સિક્વન્સિંગના મુખ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર મોકલ્યો છે. તમામ રાજ્યોને વિનંતી કરવામાં આવે છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, કોવિડ -19 પોઝિટિવ કેસના નમૂનાઓ દરરોજ નિયુક્ત ઇન્સાકોગ, જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં મોકલવામાં આવે. આ માટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ અંગે તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે, એમ પત્રમાં જણાવાયું છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 112 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસ આવવાની સાથે જ દેશમાં અત્યાર સુધી સંક્રમિતોની સંખ્યા વધીને 4,46,76,199 થઈ ગઈ છે. દેશમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 3,490 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ચેપને કારણે વધુ ત્રણ દર્દીઓનાં મોત નીપજ્યાં છે, જેનાથી દેશમાં મૃતકોની કુલ સંખ્યા 5,30,677 થઈ ગઈ છે. નવા મૃત્યુમાં કેરળમાં બે અને મહારાષ્ટ્રમાં એકનું મૃત્યુ થયું છે. મંત્રાલયની વેબસાઈટ મુજબ સંક્રમણના કુલ કેસના 0.01 ટકા એક્ટિવ દર્દીઓની સંખ્યા છે. તે જ સમયે, કોવિડ -19 થી રિકવરી રેટ વધીને 98.8 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ દર્દીઓની સંખ્યામાં 69નો ઘટાડો થયો છે.

એન્ટી ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્ય અને કોવિડ રસીકરણ અભિયાનના વડા ડો. એન.કે. અરોરાએ સ્પષ્ટ કહ્યું છે કે, ભારતે ચીનની પરિસ્થિતિ અંગે ચિંતા કરવાની જરૂર નથી. તેઓ કહે છે કે, અમે સાંભળી રહ્યા છીએ કે ચીનમાં કોરોના વાયરસ ફરીથી ઝડપથી ફેલાઇ રહ્યો છે. પરંતુ ભારતની વાત કરીએ તો મોટા પાયે વેકસીનેશન કરવામાં આવ્યું છે, પરંતુ હાલમાં વિશ્વમાં જે કોરોનાના જેટલા પણ વેરિએન્ટ આવ્યા છે, તેમના કેસ ભારતમાં મળી આવ્યા છે. આવી સ્થિતિમાં માત્ર સાવચેતી રાખવાની જરૂર છે, ચિંતા કરવાની જરૂર નથી.

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 309