રસીકરણનો ડબલ ડોઝ પણ મોટાભાગની વસ્તીને મળી ચૂક્યો છે, ત્યારે

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-24 17:37:04
  • Views : 605
  • Modified Date : 2022-12-24 17:37:04

ચીનમાં હાલ ઘાતક બનીને હાહાકાર મચાવનાર ઓમિક્રોન વાઇરસનો નવો વેરિયન્ટ બીએફ-7 ભારતમાં તેનો કોઇ પ્રભાવ ઉભો કરી શકશે નહીં એમ દેશના નિષ્ણાત ડોક્ટરો અને વૈજ્ઞનિકોનું દૃઢપણે માનવું છે. બીએફ-7 વેરિએન્ટ ઓક્ટોબર 2022થી ભારતમાં છે. ભારતમાં કોવિડ 19ના ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા વધુ છે.  કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના ચીફ સાયન્ટિસ્ટ ડો. રાજેશ પાંડેએ કહ્યું કે 'મોટા ભાગના લોકોને પહેલેથી જ રસી મળી જવાના કારણે  સીએસઆઇઆર ભારતમાં જોખમી સાબિત થયો નથી.' આ જ કારણ છે કે ભારતમાં બીએ-.7થી ડરવાની જરૂર નથી. પરંતુ સાવધાની વર્તીને આપણે આ મહામારીને ફેલાતી રોકી શકીએ છીએ. માસ્ક, ટેસ્ટિંગ, ટ્રેકિંગ, જીનોમ સિક્વેન્સિંગ અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર અપનાવવાની જરૂર છે, જેના વિશે સરકાર પણ એડવાઝરી બહાર પાડી રહી છે.

ઓમિક્રોનનો બીએફ-7 સબ વેરિએન્ટ ચીનમાં હાલ સૌથી મોટું જોખમ બની બેઠો છે. કોરોના વાયરસ સતત મ્યૂટેટ થઈ રહ્યો છે. દર વખતે અલગ અલગ વેરિએન્ટ સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણ ફેલાવનારા અસલ વાયરસને SARS-CoV-2 કહેવામાં આવે છે. ભારતની નેચરલ ઈમ્યુનિટી ખુબ મજબૂત છે. હવે લોકોમાં મલ્ટીલેયર્ડ ઈમ્યુનિટી તૈયાર થઈ છે. હર્ડ ઈમ્યુનિટી પણ બની ગઈ છે. રસીકરણનો ડબલ ડોઝ પણ મોટાભાગની વસ્તીને મળી ચૂક્યો છે. આથી આ વાયરસ ચીન જેટલી તબાહી મચાવી તેવી શક્યતા નહીંવત કહી શકાય. ભારતમાં આ વાયરસ દમ તોડશે તેવું એક્સપર્ટ્સનું માનવું છે. 

ભારતમાં 0.14 ટકાના પોઝિટિવ રેટ સાથે દૈનિક 153ની આજુબાજુ કોવિડ-19 કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 6 અઠવાડિયાથી દુનિયામાં રોજ સરેરાશ 5 લાખ 90 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. પીએમ મોદીએ અધિકારીઓને ઓક્સીજન સિલિન્ડર, વેન્ટિલેટર અને સ્ટાફ સહિત હોસ્પિટલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે કોવિડ સ્પેશિયલ સર્વિસીઝને ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 309