અમદાવાદ ના બોડકદેવ માં ડેન્ગ્યુના સૌથી વધારે 49 દર્દી, ડેન્ગ્યુના રોગ માં થતો વધારો

  • Published By :
  • Published Date : 2022-09-14 15:08:11
  • Views : 260
  • Modified Date : 2022-09-14 15:08:11

ચાલુ મહિને સાદા મેલેરિયાના 72, ઝેરી મેલેરિયાના 6, ડેન્ગ્યુના 217 કેસ અને ચિકનગુનિયાના 15 કેસ નોંધાયા છે. ચોક્કસ વિસ્તારમાં જ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે મ્યુનિ.એ લોહીના નમૂના લેવા તેમજ સીરમ સેમ્પલ લેવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. સપ્ટેમ્બરના 10 દિવસમાં જ 1828 સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે 21051 લોહીના નમૂના લેવામાં આવ્યા છે. સોલા સિવિલમાં ગત અઠવાડિયા કરતાં આ અઠવાડિયે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં દોઢ ગણો વધારો થયો છે. ઓપીડીમાં ડેન્ગ્યુના 57 અને મેલેરિયાના 33 કેસ નોંધાયા છે. જ્યારે વાઈરલ ઈન્ફેક્શનના કેસ 1390થી ઘટીને 1350 પર પહોંચ્યા છે. સ્વાઈન ફ્લૂના 3 કેસ નોંધાયા છે. ખાનગી હોસ્પિટલમાં પણ ડેન્ગ્યુના સંખ્યાબંધ કેસ નોંધાયા છે.

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 295