જાણો રોજ કેટલા કપ ચા પીવી જોઈએ?

  • Published By :
  • Published Date : 2022-09-17 16:26:27
  • Views : 363
  • Modified Date : 2022-09-17 16:26:55

યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરના એક રિપોર્ટ મુજબ એક દિવસમાં ચાર કપથી વધુ ચા પીવાથી અનેક પ્રકારના નુકસાન ઝેલવા પડી શકે છે. ચામાં રહેલા કેફીનના કારણે હ્રદયમાં બળતરા, નર્વસનેસ, અનિન્દ્રા અને ચક્કર આવવા જેવી અનેક ગંભીર સમસ્યાઓ થઈ શકે છેજો તમે દિવસભર ખુબ વધુ ચા પીતા હોવ તો તેનાથી અનેક પ્રકારનું નુકસાન થઈ શકે છે. દિવસમાં 5થી 6 કપ ચા પીવાથી બોડીમાં ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત ચા વધુ પીવાથી હાડકા નબળા પડે છે. ચામાં કેફીન હોય છે. આથી તે વધુ પીવાથી બોડીમાં એન્ઝાઈટી અને સ્ટ્રેસ પેદા થઈ શકે છે. આ સાથે જ ચા પીવાથી શરીરમાં આયર્નની કમી પણ થઈ શકે છે. તમારે દિવસભરમાં ફક્ત એક કે બે કપ ચા પીવી જોઈએ. ચાપત્તી અને ખાંડવાળી ચા એક કે બે કપ ચા કરતા વધુ પીવાથી શરીરમાં અનેક પ્રકારનું નુકસાન થઈ શકે છે. પરંતુ જો તમારી તબિયત સારી નથી અને તમે શરદી કે કફથી પીડિત હોવ તો દિવસમાં બેથી ત્રણ કપ ઉકાળો કે પછી હર્બલ ટી પી શકો છો.

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 295