યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધતાં રાજકોટમાં હેલ્થ સેન્ટરોમાં ઇસીજી મશીન લગાવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-04 17:38:54
  • Views : 507
  • Modified Date : 2023-03-04 17:38:54

રાજકોટમાં યુવાનોમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.જેથી રાજકોટ આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.  રાજકોટ મનપા દ્વારા કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી શહેરના 23 જેટલા હેલ્થ સેન્ટરોમાં ઇસીજી મશીન મુકવામાં આવ્યા છે. જેથી લોકોને તાત્કાલિક સારવાર મળી શકે.  આ તમામ સેન્ટરો પર હ્રદય રોગથી પિડાતા દર્દીઓનો વિનામૂલ્યે ઇસીજી રિપોર્ટ સોંપવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે કોરોના પછી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હર્દય રોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે.  હ્રદય રોગના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ સાથે જ આ બિમારી પણ વધી રહી છે.  લોકોની થોડી પણ બેદરકારી તેનો જીવ લઇ શકે છે.

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 295