દસ ગામ દીઠ ફરતાં મોબાઇલ પશુ દવાખાના દ્વારા ભેંસના શિગડાનું નિઃશુલ્ક ઓપરેશન કરાયું

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-11 14:44:15
  • Views : 792
  • Modified Date : 2022-10-11 14:44:15

    ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા ચાલતું અને ય્ફદ્ભ ઈસ્ઇૈં દ્વારા સંચાલિત દસ ગામ દીઠ ફરતું દવાખાના દ્વારા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જેતડા ગામના હરચનભાઈ માળી દ્વારા ૧૯૬૨ પર કોલ આવતા ફરતું પશુ દવાખાનું તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું અને સ્થળ પર પહોંચી તપાસ કરતાં જાણવા મળ્યું કે બે ભેંસો ઝગડતા એક ભેંસને શિંગડામાં લાગી ગયું હતું. પછી પશુપાલકને વિગત વાર સમજાવીને શિંગડાનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. જેથી પશુચિકિત્સક ડો.સંજયભાઈ કુંભાર, ડૉ.સુરેશભાઈ પ્રજાપતિ.પાયલોટ કમ ડ્રેસર ભરતસિંહ ડોડીયાએ સાથે રહીને ભેંસના શિંગડાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આમ ૧૦ ગામ દીઠ ફરતા પશુ દવાખાના દ્વારા સફળ ઓપરેશન કરી ભેંસનો જીવ બચાવવામાં આવ્યો હતો અને પશુ ચિકિસ્તક ડો.સંજયભાઈ કુંભાર,  ડો.સુરેશભાઈ પ્રજાપતિ તથા પાઇલોટ કમ ડ્રેસર ભરતસિંહ ડોડીયાની સારી કામગીરી બદલ પ્રોજેક્ટ કોડિનેટર અરવિંદભાઈ જાેષી અને પ્રોગ્રામ મેનેજર ડો. મયંકભાઈ પટેલ દ્વારા  બિરદાવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News