તુલસીના પાન જ નહીં મૂળ પણ હોય છે ચમત્કારી!

  • Published By :
  • Published Date : 2022-09-30 13:44:17
  • Views : 277
  • Modified Date : 2022-09-30 13:44:17

તુલસીને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે અને તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. તુલસીના અનેક ફાયદાઓને કારણે મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ હોય છે. એવું માનવામાં આવે છે કે તુલસીની પૂજા કરવાથી જળ ચઢાવવાથી અને ભગવાન વિષ્ણુને તુલસી અર્પિત કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને લક્ષ્મી-નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. ત્યાં જ જ્યોતિષમાં તુલસીના પાન સાથે કેટલાક અસરકારક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે, જેનાથી ભાગ્ય ચમકી શકે છે.

સફળતા મેળવવાનો ઉપાય
જો તમને કોઈ કામમાં સતત નિષ્ફળતા મળી રહી હોય તો લગભગ 2 થી 3 ઈંચ લાંબા તુલસીના મૂળને ગંગાના જળથી ધોઈ લો. ત્યારબાદ વિધિ પ્રમાણે પૂજા કર્યા પછી તેને પીળા કપડામાં બાંધીને પોતાની પાસે રાખો. તેનાથી કાર્યમાં સફળતા મળશે.

ધન લાભ માટે
જો તમે પૈસાની તંગીથી છુટકારો મેળવવા માંગતા હોવ અને તમારી આવક વધારવા માંગતા હોવ તો દરરોજ સવારે તુલસીના છોડને જળ ચઢાવો. સાંજે દીવો પણ પ્રગટાવો. આ સાથે શુક્રવારના દિવસે તુલસીના મુળને ચાંદીના તાવીજમાં રાખી ગળામાં પહેરી લો. 

ગ્રહની શાંતિ માટે
જો કુંડળીના ગ્રહો જીવનમાં અવરોધો ઉભી કરી રહ્યા હોય તો તુલસીના છોડની પૂજા કરી તેના થોડા મુળ કાઠી લો પછી તેને લાલ રંગના કપડાંમાં બાંધીને પોતાની પાસે રાખી લો અથવા ચાંદીના તાવીજમાં પહેરી લો. રાહત મળશે. 

નકારાત્મકતા દૂર કરવા
ઘર કે ઓફિસમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તુલસીના મૂળની માળા બનાવીને મંદિર કે ઓફિસના ટેબલ પર સારી રીતે રાખો. રાહત રહેશે.

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 295