ભાજપની પર્લામેન્ટરી બોર્ડની 3 દિવસની બેઠક પૂર્ણ 9 અને 10 નવેમ્બરે દિલ્લીમાં ઉમેદવારોના નામો પર લાગશે આખરી મ્હોર સૌ કોઈની નજર ભાજપ પર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-06 17:56:15
  • Views : 1432
  • Modified Date : 2022-11-06 17:56:15

 

ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થયાં પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે દાવેપેચ શરૂ કરી દીધા છે. પ્રચારથી લઈ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની દસમી યાદી આજે જાહેર કરી દીધી છે તો કોંગ્રેસ 43 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ બધાની વચ્ચે સૌ કોઈની નજર ભાજપ પર છે. બીજેપી ઉમેદવારો પસંદગી માટે વિવિધ પ્રક્રિયા માટે ધમધમાટ શરૂ કરી દીધા છે જેમાં ઉમેદવારોના નામ જાહેર કરવા સહિત ચૂંટણીલક્ષી મંથન કર્યું છે.

 

ચૂંટણી માટે ગુજરાત ભાજપનું મંથન 
વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપનું મંથન પૂર્ણ થયું છે. જેમાં  પ્રદેશ ભાજપની પર્લામેન્ટરી બોર્ડની ત્રણ દિવસની બેઠક પૂર્ણ થઈ છે.  9 અને 10મી તારીખે કેન્દ્રીય ભાજપ ઉમેદવારો અંગે કરશે ફરી મોટું મંથન કરશે. વિધાનસભાની તમામ 182 બેઠકોના ઉમેદવારો મુદ્દે થઈ ચર્ચા છે. ભાજપે તમામ 182 બેઠકોના સંભવિત ઉમેદવારોની પેનલ તૈયાર કરી છે. દરેક બેઠક દીઠ 3થી 5 સંભવિત ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરવામાં આવી છે.  

 

દિલ્લીમાં ઉમેદવારોના નામો પર આખરી મ્હોર લાગશે
વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપનું મંથન પૂર્ણ થયું છે. અમિત શાહના અધ્યક્ષસ્થાને પ્રદેશ ભાજપની પર્લામેન્ટ્રી બોર્ડની 3 દિવસની બેઠક આજે પૂર્ણ થઈ છે જેમાં વિધાનસભાની તમામ 182 બેઠકોના ઉમેદવારો મુદ્દે ચર્ચા થઈ છે. જેમાં દરેક બેઠક દીઠ 3થી 5 સંભવિત ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરવામાં આવી છે. જે ઉમેદવારોના નામની યાદી દિલ્હીમાં બતાવવામાં આવશે જે બાદ એટલે કે, 9 અને 10 નવેમ્બરે દિલ્લીથી ઉમેદવારોના નામો પર આખરી મ્હોર લાગશે.

Download Our B K News Today App



Related News