ચીનમાં કોરોનાનો પ્રકોપ, ખૂબ જ ઝડપી વધી રહેલા કોરોનાના કેસો

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-22 15:11:59
  • Views : 514
  • Modified Date : 2022-12-22 15:11:59

ચીનમાં લાખો લોકોને પોતાના ખપ્પરમાં હોમી જનારા ઓમિક્રોન વાઇરસનું નવુ મ્યુટેશન BF.7 નામે ઓળખાય છે જે એટલું ખતરનાક છે કે આ વેરિયન્ટથી સંક્રમિત થયેલો એક દર્દી એક સાથે 18 લોકોને પોતાનો ચેપ ખુબ જ આસાનાથી લગાડી શકે છે, ચીનમાં હાલ આ વાઇરસની તીવ્રતાના કારણે જ હાહાકાર મચી ગયો છે.

ચીનમાં ઝીરો-કોવિડ પોલિસી સમાપ્ત થયા પછી કોરોનાના કેસમાં અચાનક વધારો થવાનું કારણ આ નવા વેરિયન્ટને કહેવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોના મતે આ ઓમિક્રોનનું સૌથી ખતરનાક મ્યૂટેશન છે.

નિયામાં એક સપ્તાહમાં કોરોનાના 34 લાખ 84 હજાર કેસ નોંધાયા છે, જેમાંથી 9 હજાર 928 લોકોનાં મોત થયાં છે. ચીનમાં 7 દિવસમાં 15 હજાર 548 કેસ અને 7 લોકોનાં મોત થયાં છે. જોકે નિષ્ણાતોને શંકા છે કે સાચો આંકડો છુપાવવામાં આવી રહ્યો છે. દર્દીઓની સંખ્યા અનેક ગણી વધી શકે છે.

જાપાન, સાઉથ કોરિયા અને ફ્રાન્સમાં એક સપ્તાહમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. આ દેશોમાં દર્દીઓની સંખ્યા અનુક્રમે 10 લાખ 65 હજાર, 4 લાખ 61 હજાર અને 3 લાખ 58 હજાર છે. ભારતમાં 7 દિવસમાં 1,081 કેસ નોંધાયા છે.

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ચીનમાં ફેલાતો BF.7 ઓમિક્રોનનો સૌથી શક્તિશાળી વેરિયન્ટ છે. આ વેરિયન્ટ અગાઉ કોરોનાની ચપેટમાં આવી ગયેલા લોકોને, ફુલી વેક્સિનેટેડ લોકોને અને આ બન્ને પ્રકારના લોકોને ચેપ પહોંચાડી શકે છે. એ ઝડપથી ટ્રાન્સફર થાય છે અને લક્ષણો પણ જૂના કોરોના પ્રકારો કરતાં વહેલા દેખાવા લાગે છે.

BF.7 નો રિપ્રોડક્શન નંબર (RO) 10-18.6 છે. આનો અર્થ એ છે કે એનાથી ચેપગ્રસ્ત દર્દી એક સમયે સરેરાશ 10થી 18.6 લોકોને ચેપ લગાવવામાં સક્ષમ છે. ઓમિક્રોન વેરિયન્ટનો સરેરાશ RO સામાન્ય રીતે 5.08 જોવા મળ્યો હતો. કદાચ આ જ કારણ છે કે ચીનમાં કોરોનાના કેસ દિવસમાં BF.7નાં લક્ષણોમાં શરદી-, ઉધરસ, તાવ, ગળામાં દુખાવો, ઊલટી અને ઝાડાનો સમાવેશ થાય છે. એ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ચીનમાં કડક પ્રતિબંધોનું પાલન કરવામાં આવતું હોવાથી લોકો વાઇરસ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવી શક્યા નથી. પરંતુ કલાકોમાં બમણાં થઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 295