આરોગ્ય સારું રાખવાના નુસખા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-06 14:32:40
  • Views : 311
  • Modified Date : 2022-10-06 14:32:40

૧. ગળો, ગોખરૃ ને આમળાં, સાકર ઘીથી ખાય ;વૃદ્ધપણું વ્યાપે નહિ, રોગ સમૂળા જાય.

૨. પાંચે ઉઠો, નવે શિરાવો, પાંચે વાળું, નવે સૂવો;બસ આટલું રોજ કરો, ને પછી સો વર્ષ જીવો.

૩. રાતે વહેલા જે સૂઈ, વહેલા ઊઠે વીર ;બળ, બુધ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર.

૪. પૈર ગરમ, પેટ નરમ ઔર સરકો રાખો ઠંડા ; અગર દાકતર બાબુ આયે, તો ઉસકો મારો ડંડા.

૫. ભોંય પથારી જે કરે, લોઢી ઢેબર ખાય ; તુંબે પાણી જે પીએ, તે ઘર વૈદ્ય ન જાય.

૬. સર્વ રોગોના કષ્ટોમાં, ઉત્તમ ઔષધ ઉપવાસ ; ના હોય જેનું

પેટ સાફ, તેને ભોજન આપે ત્રાસ.

૭. હજાર કામ મૂકીને જમવું, ને લાખ કામ મૂકી સૂવું; કરોડ કામ હોય તો મૂકવાં, પણ હાજતને ના રોકવાં.

૮. ઓકી દાતણ જે કરે, નરણે હરડે ખાય ;દૂધે વાળું જે કરે, તે ઘેર વૈદ્ય ન જાય.

૯. સવારે પાણી, બપોરે છાશ, રાત્રે પીઓ દૂધ ; શાંતિ રાખોને સંતોષ, પછી ના રહે કોઈ દુઃખ.

૧૦. માથું ઠંડું, પેટ ગરમ, છાતી આગળ, પેટ અંદર; ચાલ ઝડપ, ચકોર મગજ, નિરોગી છે એ શરીર.

૧૧. ખાંડ, મીઠું ને સોડા, સફેદ ઝેર કહેવાય ;વિવેકથી ખાજાે, નહીંતર ના કહેવાય ના સહેવાય.

૧૨. અડદની દાળને, બાજરાનો રોટલો, લાત મારો, તો ભાંગી જાય ઓટલો.

૧૩. સાચું સુખ સંસારનું, દેહ નિરોગી હોય ; કરોડ રૃપિયા શું કામના ? રોજ દવાખાનું હોય.

૧૪. ખાય, પીવે, ઘસે, સૂંધે ;વ્યસન તમાકુ ખાસ ; તન, મન,ધનનો નાશ ને ટી.બી, કેન્સર ખાસ.

૧૫. હરડે, બહેડાં, આમળાં, ગોખરૃને ગળો ; નિત્ય સેવન જે કરે, તેનાં દુઃખડાં ટળો.

૧૬. જમણા સ્વરમાં ભોજનને ડાબા સ્વરમાં પાણી ;ડાબો, જમણો બંને સાથે, બંધ ભોજનને પાણી.

૧૭. મૂળ રાતાં, ફૂલ ધોળાં, પાન જેવી ભૂંગળી ;કાયાને કંચન કરે છે, ધન્ય છે માતા ડુંગળી.

૧૮. પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘેર દીકરા ; ત્રીજું સુખ તે કોડીએ જાર, ચોથું સુખ તે સુલક્ષણી નાર.

૧૯. તૃષા વિણ પાણી પીએ, ભૂખ વગર ઉદર ભરે; જે કસરત ક્યારેય ના કરે, તે માંદો પડી વહેલો મરે.

૨૦. પ્રભુ નામકી ઔષધિ, ખરા ખંતસે ખાય ; રોગપીડા વ્યાપે નહિ, સંબ સંકટ મીટ જાય.

Download Our B K News Today App



Related News