ક્રિકેટ એસોસિયેશન ફોર ધ બલાઇન્ડના ગુજરાત પ્રમુખ અને રાજસ્થાન હોસ્પિટલ દ્વારા ફ્રી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-11 17:37:01
  • Views : 359
  • Modified Date : 2022-10-11 17:37:01

    અમીરગઢ તાલુકાના જેથી મુકામે આજ રોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના સહયોગથી અને ક્રિકેટ એસોસિયેશન ફોર ધ બલાઇન્ડના ગુજરાત પ્રમુખ નરેશ રાણા અને તેમની ટીમે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં રાજસ્થાન હોસ્પિટલના ડોક્ટરો એ ફ્રીમાં લોકોનું ચેકઅપ કર્યું. અને કઈ રીતે પ્રાથમિક સારવાર થાય અને કઈ રીતે ઇમરજન્સીમાં હૃદય રોગનો હુમલો થાય તો સુ કરવું? એની તમામ બાબતોનું ગ્રામજનોને સાવચેત કર્યા અને આજુબાજુના ગામના જે પણ લોકો ફ્રી કેમ્પમાં આવ્યા એમની ની: શુલ્ક સેવા આપી હતી.આ પ્રસંગે અમીરગઢ લોકસેવક અને ભાજપના જાગૃત કાર્યકર્તા નરેશભાઈ રાણા અમીરગઢ તાલુકાના ભાજપ પ્રભારી ભરતભાઈ પરમાર  અમીરગઢ તાલુકાના પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ, જેથી સરપંચ,કરઝા સરપંચ, ઈશ્વરભાઈ શ્રીમાળી, હરેશભાઇ પરમાર  પરદેશ સોશ્યલ મીડિયા પ્રમુખ ભાજપ તેમજ ભાજપના નામી અનામી લોકો હાજર રહ્યા હતા  

Download Our B K News Today App



Related News