ચીનમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુઃ દવાઓ, માસ્ક આઉટ ઓફ સ્ટોક થયા

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-24 17:31:45
  • Views : 553
  • Modified Date : 2022-12-24 17:31:45

ચીનમાં કોરોનાએ પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે કેમ કે દિવસે ને દિવસે સંક્રમણ અંકુશ બહાર થતું જાય છે જેના પગલે હોસ્પિટલો સંક્રમીત દર્દીઓથી ભરેલી છે. દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસ આવતા જાય છે. એક આંકડા અનુસાર, હાલમાં ચીનમાં 54 લાખથી વધુ કોરોના દર્દીઓ છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) તરફથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માહિતી અનુસાર, જ્યારથી ચીને તેની ઝીરો કોવિડ પોલિસી પાછી ખેંચી છે, ત્યારથી હોસ્પિટલમાં દાખલ નવા દર્દીઓનો કોઈ ડેટા તેમના દ્વારા મોકલવામાં આવ્યો નથી.

જિનપિંગ સરકારે ફરી એકવાર કોરોનાના આંકડા છુપાવવાનું કામ શરૂ કર્યું છે. સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં કોરોનાને કારણે માત્ર 8 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માત્ર 20 ડિસેમ્બરે ચીનમાં 36 મિલિયન કેસ નોંધાયા હતા. તે જ સમયે, 19 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધીમાં, ચીનમાં ડેથ સર્ટિફિકેટ માટે 11 લાખ લોકોએ ઓનલાઈન અરજી કરી છે. બેઇજિંગ અને શાંઘાઈમાં 60-60, જ્યારે ચેંગડુમાં 40 નવા કબ્રસ્તાન બનાવવામાં આવી રહ્યા છે.

ચીનમાં દવાઓની ભારે અછત છે. માંગને પહોંચી વળવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ઓવરટાઇમ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ચીન સરકાર દ્વારા પણ કેટલીક વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારે તાવ, શરીરના દુખાવા અને માથાના દુખાવા માટે મફત દવા આપવાની જાહેરાત કરી છે. દેશભરના મેડિકલ સ્ટોર્સમાં N-95 માસ્ક અને એન્ટિજેન ટેસ્ટિંગ કીટ ખતમ થઈ ગઈ છે. માંગને જોતા જિનપિંગ સરકારે 100 થી વધુ નવી કંપનીઓને લાઇસન્સ આપ્યા છે.

ચીનના બેઇજિંગ, ગુઆંગઝોઉ, શેનઝેન અને શાંઘાઈ જેવા શહેરોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, ચીનમાં મહામારીના વધતા દબાણને જોતા લોકોને કહેવામાં આવી રહ્યું છે કે તે સિઝનલ ફ્લૂ જેવું છે અને ઓમિક્રોનનું નવું સ્વરૂપ બહુ ખતરનાક નથી. મહામારીના નિષ્ણાત ઝોંગ નાનશને તો ત્યાં સુધી કહ્યું કે ઓમિક્રોન વાયરસ સામાન્ય શરદી સિવાય બીજું કંઈ નથી, તેથી ગભરાશો નહીં.

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 295