કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સરકારે નેઝલ વેક્સિનને મંજૂરી આપી

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-24 17:26:40
  • Views : 556
  • Modified Date : 2022-12-24 17:26:40

ચીન(china)સહિત ઘણા દેશોમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશમાં ઈમરજન્સી ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા નેઝલ વેક્સિન (Nasal Vaccine)ને મંજૂરી આપવામાં આવી છે. આ વેક્સિનને બૂસ્ટર ડોઝ (Booster Dose )તરીકે લાગુ કરી શકાશે. નિર્ણય મુજબ નેઝલ વેક્સિન પહેલા ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે.

આ ઇન્ટ્રાનેઝલ વેક્સિન વ્યાપકરુપથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થશે. ઘણા વાયરસ, જેમ કે SARS-CoV-2, સામાન્ય રીતે નાકમાં આવેલી મ્યુકોસા નામની એક પેશી દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. વાયરસ મ્યુકોસલ મેમ્બ્રેનમાં હાજર કોષો અને અણુઓને ચેપ લગાડે છે. આવી સ્થિતિમાં, વાયરસને અનુનાસિક શોટ દ્વારા શરીરમાં પ્રવેશતા પહેલા ખતમ કરી શકાય છે. નિષ્ણાતોના મતે ઇન્ટ્રાનાસલ વેક્સિન શોટ ઇમ્યુનોગ્લોબ્યુલિન-એઉત્પન્ન કરે છે.

આ રસી ટીકા સ્વરુપે આપવામાં આવતી નથી. તેની વિશેષતા એ છે કે રસી નાકમાં સ્પ્રે કરીને આપવામાં આવે છે. હાલમાં, સરકારે તેને ફક્ત 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે જ મંજૂરી આપી છે, જેઓ ખાનગી હોસ્પિટલમાં જઈને લઈ શકે છે.

ભારતમાં કોરોના રસીકરણ અભિયાનની સફળતા પાછળ કોવિનએપ્લિકેશન હોવાનું માનવામાં આવે છે. લોકોને આ એપ્લિકેશન દ્વારા તેમના સ્લોટ બુક કરવામાં ઘણી મદદ મળતી હતી, જે રસીની ઉપલબ્ધતા વિશે વાસ્તવિક સમયની માહિતી આપે છે. દરમિયાન, સરકાર આજે સાંજથી આ એપ્લિકેશન પર નાકની રસીની ઉપલબ્ધતા વિશે પણ માહિતી આપશે.

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 295