ચીનમાં આઇ બ્રુપ્રોફેન, એસ્પિરિન અને વીટામીન સીની દવાઓનો જથ્થો ખતમ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-22 15:19:53
  • Views : 524
  • Modified Date : 2022-12-22 15:19:53

કોરોનાએચીનમાં પોતાનું મહાકાય સ્વરૂપ ધારણ કર્યું છે. ચીનમાં પરિસ્થિતિ એટલી હદે વિકટ થઈ ગઈ છે કે લોકોને દવાઓ નથી મળી રહી. હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન મળી રહ્યા નથી. તાવમાં અસરકારક એવી આઈબુપ્રોફેન જેવી સામાન્ય દવા પણ હાલ મળી રહી નથી. સ્થિતિ એવી થઈ ગઈ છે કે આઇ બ્રુપ્રોફેન ટેબલેટ માટે કોટા ફિક્સ કરવો પડ્યો છે. કોઈ પણ નિશ્ચિત સીમાથી વધુ આઈ બુપ્રોફેનની ટેબલેટ ખરીદી નથી શકતા.

ચીનમાં મોટી સંખ્યામાં લોકો માથામાં દુખાવા, શરીર દુખાવા અને તાવની ચપેટમાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આઈબુપ્રોફેન ખૂબ જ કામની દવા છે. એસ્પિરિન, વિટામિન સીની તમામ દવાઓની અછત વર્તાઈ રહી છે.

દવાઓ તો ઠીક છે પરંતુ ચીનમાં હાલ ગળાની ખારાશ દૂર કરનારી ચોકલેટ પણ મળી નથી રહી. લોકો તેને ખરીદવા તલપાપડ થઈ રહ્યા છે પણ જથ્થો જ ઉપલબ્ધ નથી.

ચીનની મેડિસિન માર્કેટમાં દવાઓની અછત દૂર કરવા માટે હુબઈ સ્થિત ચીનની એક દવા કંપની યીચાંગ હ્યમનવેલ ફાર્માસ્યૂટિકલ્સે કહ્યું કે તેઓ તેમની ઉત્પાદન ક્ષમતાને બે ગણી કરવા જઈ રહ્યા છે. હવે કંપની દર મિનિટે 3800 આઈ બુપ્રોફેન ટેબલેટનું ઉત્પાદન કરશે.

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 295