OMG! આ છે દુનિયાની સૌથી મોંધી સેન્ડવીચ કિંમત એટલી કે એક સ્માર્ટ ફોન આવી થાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-16 11:20:22
  • Views : 333
  • Modified Date : 2023-04-16 11:20:22

ભારતમાં લોકો ખૂબ જ શોખથી સેન્ડવીચ ખાય છે. કોઈપણ ઉંમરના લોકોને સેન્ડવીચ તો પસંદ આવે જ છે. સેન્ડવીચ એક એવી વાનગી છે, જે સરળતાથી અને ઝડપથી બની જાય છે તથા પોકેટ ફ્રેન્ડલી પણ છે. તમામ સ્થળોએ સેન્ડવીચની માંગ સરખી જ જોવા મળે છે. શું તમે ક્યારેય 17.5 હજારની સેન્ડવીચ વિશે સાંભળ્યું છે? તમને કદાચ સાંભળવામાં અજીબ લાગી રહ્યું હશે, પરંતુ આ વાત સાચી છે. 

ક્વિટસેંશિયલ ગ્રિલ્ડ સેન્ડવીચ વિશ્વની સૌથી મોંઘી સેન્ડવીચ છે. ન્યૂયોર્કના એક રેસ્ટોરન્ટ Serendipity 3એ પોતાના મેનૂમાં આ સૌથી મોંઘી ડીશ એડ કરી છે. તમારી જાણકારી વિશે જણાવી દઈએ કે, આ સેન્ડવીચનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલ છે. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે, જે રેસ્ટોરન્ટમાં આ સેન્ડવીચ વેચાઈ રહી છે, તે રેસ્ટોરન્ટના નામે સૌથી મોટી વેડીંગ કેક, સૌથી મોંઘુ હેમબર્ગર, સૌથી મોંઘુ હોટ ડોગ અને ઉપરાંત સૌથી મોંઘા ડેઝર્ટનો રેકોર્ડ નોંધાયેલ છે. 


તમારા મનમાં સવાલ થઈ રહ્યો હશે કે, આ સેન્ડવીચમાં એવી શું ખાસ વાત છે કે, તેની કિંમત આટલી મોંઘી છે? આ સેન્ડવીચને ડોમ પૈરિગનોન શૈંપેનથી બનેલ ફ્રેંચ પુલમેન શૈંપેન બ્રેડ પર  બનાવવામાં આવે છે. ઉપરાત આ સેન્ડવીચ પર ટ્રફલ બટર લગાવવામાં આવે છે, જેના કારણે આ સેન્ડવીચ વધુ ખાસ બની જાય છે. આ સેન્ડવીચમાં Caciocavallo Podolico cheese નાખવામાં આવે છે, જેના કારણે આ સેન્ડવીચની કિંમત સૌથી વધુ છે. CNBCના એક રિપોર્ટ અનુસાર આ સેન્ડવીચમાં કૈસિઓકાવલો પોડોલિકો પનીર પણ નાખવામાં આવે છે, જેની કિંમત પ્રતિ પાઉન્ડે 50 ડોલર છે, સોનાનું લેયર પણ બનાવવામાં આવે છે. જેના કારણે સેન્ડવીચ સર્વિંગ ખૂબ જ ખાસ બની જાય છે. આ સેન્ડવીચમાં જે વસ્તુ નાખવામાં આવે છે, માત્ર તેના કારણે નહીં પરંતુ અન્ય બાબતને કારણે પણ આ સેન્ડવીચ ખૂબ જ ખાસ છે. આ સેન્ડવીચ બનાવવામાં આઠ કલાકથી વધુનો સમય લાગે છે. જો તમારે આ સેન્ડવીચ ખાવી છે, તો તમારે એક દિવસ પહેલા ઓર્ડર કરવાનો રહેશે. 

Download Our B K News Today App



Related News