દૂધમાં માત્ર પાણી જ નહીં પણ આ ઝેરી પદાર્થોની પણ થઈ રહી છે ભેળસેળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-09 16:25:11
  • Views : 80
  • Modified Date : 2025-03-09 16:25:11

ભારતમાં ડેરી ઉત્પાદનોનો સૌથી વધુ વપરાશ થાય છે. અહીં બાળકોને બાળપણથી જ ગાયનું કે ભેંસનું દૂધ પીવડાવવામાં આવે છે જેથી તેમના હાડકાં મજબૂત બને અને તેમનો વિકાસ ઝડપથી થાય. જો કે દૂધમાં પાણી ભેળવવું એ એક સામાન્ય પ્રથા છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી. પરંતુ આજકાલ દૂધમાં ઘણા ઝેરી પદાર્થ ઉમેરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય શકે છે.


ભારતમાં ડેરી ઉત્પાદનનો સૌથી વધુ વપરાશ થાય છે. નાનપણથી જ બાળકોના હાડકાંના વિકાસ માટે દૂધ પીવડાવવામાં આવે છે. પરંતુ આજકાલ જે રીતે દૂધમાં ભેળસેળ કરવામાં આવે છે તે હાનિકારક છે. દૂધમાં ભેળસેળ કરવામાં ઘણીવાર રસાયણો, ડિટર્જન્ટ, યુરિયા, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને અન્ય હાનિકારક પદાર્થોનો સમાવેશ થાય છે જે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. આવી સ્થિતિમાં આ સમસ્યાનો સામનો કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ દૂધમાં ભેળસેળ ઓળખવા માટે કેટલીક સરળ રીતો શેર કરી છે જેને આપણે ઘરે સરળતાથી અજમાવી શકીએ છીએ.


સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા

સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યાસુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા


દૂધમાં ભેળસેળની ઓળખ


FSSAI એ તાજેતરમાં X પર એક વિડિયો શ્રેણી દ્વારા દૂધમાં ડિટર્જન્ટ, માલ્ટોડેક્સ્ટ્રિન અને ઉચ્ચ એસિડિટી સાથે ભેળસેળના ચિહ્નો ઓળખવા માટે ચાર સરળ પરીક્ષણો સમજાવ્યા. આ પરીક્ષણો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આપણું દૂધ ભેળસેળયુક્ત છે કે નહીં.


ડિટર્જન્ટનું ભેળસેળ કેવી રીતે ઓળખવું


બે અલગ અલગ કન્ટેનરમાં 5 થી 10 મિલી દૂધનો નમૂનો લો. બંને કન્ટેનરમાં દૂધ સારી રીતે મિક્સ કરો. જે દૂધમાં ફીણ રહે છે તે ભેળસેળયુક્ત હોય છે જ્યારે જે દૂધ ફીણ વગર રહે છે તે ચોખ્ખું દૂધ હોય છે.


માલ્ટોડેક્સ્ટ્રિનની ભેળસેળની ઓળખ


માલ્ટોડેક્સ્ટ્રિન જે ખાંડનું એક સ્વરૂપ છે તેને દૂધમાં ઉમેરવામાં આવે છે. આ ઓળખવા માટે 5 મિલી દૂધનો નમૂનો લો. તેમાં 2 મિલી આયોડિન કેમિકલ ઉમેરો. પછી સારી રીતે મિક્સ કરો અને રંગમાં ફેરફારનું ધ્યાનથી અવલોકન કરો. ચોખ્ખા દૂધનો રંગ બદલાશે નહીં અને તે આછો પીળો-ભુરો રહેશે જ્યારે ભેળસેળવાળું દૂધ ચોકલેટ-લાલ ભૂરા રંગનું થઈ જશે

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 310