જામકંડોરણામાં વડાપ્રધાનની સભામાં આવેલા નાગરિકો માટે ભોજનની અદભૂત વ્યવસ્થા

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-12 11:44:58
  • Views : 310
  • Modified Date : 2022-10-12 11:44:58

     આજ મારે આંગણે આનંદ વર્તાય, જામકંડોરણા ખાતે જાણે કે ઉત્સવનો માહોલ હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન અને ત્યાર પછી ઉપસ્થિત હજારોની જનમેદની માટે ભોજનની વ્યવસ્થા ૫૦,૦૦૦ કરતા વધારે લોકો એક સાથે એક કલાકમાં જમી શકે તે માટે અદભુત વ્યવસ્થાનું આયોજન કરાયું હતું.ક્યાંય ધક્કા મુક્કી અને લાંબી લાઈનો નહીં, સૌ કોઈ શાંતિ પૂર્વક જમીને ઘરે રવાના થયા હતા. હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદની આરામથી જમી શકે તેથી ૨૦૦ કાઉન્ટર બનાવાયા હતા. ક્રમશઃ બધાને જમવા માટે કાઉન્ટર સુધી જવા દેવામાં આવતા હતા. પરિણામ કોઈ ભીડભાળના દ્રશ્યો સર્જાયા ન હતા. જમવામાં મોહનથાળ, ગાંઠિયા, શાક, દાળ-ભાત, છાશ, સલાડની વ્યવસ્થા હતી. કાઉન્ટર સુધી ભાતને પહોંચાડવા માટે પાવડાનો ઉપયોગ કરવો પડતો હતો. ચોખ્ખા ઘીનો ૧૮ ટન મોહનથાળ પાંચ થી છ ટન ગાંઠીયા, ૧૨ થી ૧૩ ટન લોટની રોટલી બનાવવામાં આવી હતી. રોટલી બનાવવા માટે ૨૦ થી વધુ ભઠ્ઠીઓનો ઉપયોગ કરાયો હતો. ત્રણથી ચાર ટેન્કર ભરીને છાશ લાવવામાં આવી હતી. વડાપ્રધાનની સભામાં આવેલા લોકો માટે જમવાની અદભુત વ્યવસ્થા જાેઈને સૌ કોઈ અજંબીત થઈ ગયા હતા

Download Our B K News Today App



Related News