દુનિયામાં દર વર્ષે 2 કરોડ લોકો શિકાર થાય છે, ઠંડીમાં રિસ્ક વધારે, ટાઇફોઇડ થવાનું કારણ અને લક્ષણો જાણો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-24 13:09:12
  • Views : 564
  • Modified Date : 2020-12-24 13:09:12

    શિયાળામાં થતી બીમારીઓમાં ટાઇફોઇડ પણ સામેલ છે. ઠંડીમાં ટાઇફોઇડને સૌથી જોખમી રિસ્ક ફેક્ટર રીતે જોવામાં આવે છે. તેને લઈને એક માન્યતા પણ છે કે ટાઇફોઇડને લોકો તીવ્ર તાવ માને છે. લોકોને એવું લાગે છે કે જો લાંબા સમય સુધી તાવ રહે તો તે ટાઇફોઇડમાં ફેરવાઈ જાય છે, પરંતુ આ સત્ય નથી.ટાઇફોઇડ લાંબા સમય સુધી તાવ આવવાને લીધે નથી થતો પણ ટાઇફોઇડ થવાને લીધે લાંબા સમય સુધી તાવ આવે છે. લખનઉમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ડૉક્ટર શિખા વર્માએ કહ્યું, જો તને તેની સારવાર તાવની રીતે કરો છો તો તે ખોટું છે.તેના અમુક ખાસ લક્ષણ હોય છે, જેમ કે હાઈ ફીવર અને એન્કઝાયટી. જો તમને આવા લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. WHO પ્રમાણે, દુનિયાભરમાં દર વર્ષે આશરે 2.1 કરોડ દર્દીઓ ટાઇફોઇડનો શિકાર થાય છે.

    ‘સાલ્મોનેકા એન્ટેરિકા સેરે ટાઈપ ટાઈફી’ એક પ્રકારનો બેક્ટેરિયા છે. પ્રદૂષિત પાણી અને ખાવાની વસ્તુઓમાં આ બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. આ માધ્યમ દ્વારા તે આપણા શરીરમાં ઘૂસે છે. ગરમીની સરખામણીએ ઠંડી સીઝનમાં તે વધારે ફેલાય છે. શરીરમાં ઘુસ્યા પછી એકથી બે અઠવાડિયાંમાં આ વાઈરસની અસર દેખાવા લાગે છે. તેનાથી જે બીમારી થાય છે તેને ટાઇફોઇડ કહેવાય છે.ટાઇફોઇડ એક પ્રકારની સેમી-કમ્યુનિકેબલ ડિસીઝ છે. એટલે કે એકબીજામાં ડાયરેક્ટ ફેલાતો નથી, પરંતુ પીડિત વ્યક્તિનું ભોજન શેર કરો છો તો બીમારીનું જોખમ વધી જાય છે. આ બેક્ટેરિયા પાણી કે સૂકાયેલી ગટરમાં અઠવાડિયાં સુધી જીવિત રહે છે. ટાઇફોઇડથી સ્વસ્થ થવામાં આશરે 1-2 અઠવાડિયાં અને ક્યારેક 3-4 અઠવાડિયાંનો સમય લાગે છે. લાંબા સમય સુધી ટાઇફોઇડ થવાને લીધે શરીરની ઈમ્યુન સિસ્ટમ નબળી પડે છે અને બીજી બીમારીઓનું જોખમ વધી જાય છે.

  •     સતત વધારે તાવ આવવો અને તાવની સાથે વધારે ઠંડી લાગવી તે ટાઇફોઇડના સૌથી કોમન લક્ષણ છે. તાવ ક્યારેક 104 ડિગ્રી સુધી પણ પહોંચી જાય છે.માથાનો દુખાવો તેનું બીજું લક્ષણ છે. જો તાવની સાથ તમને દુખાવો થઈ રહ્યો હોય તો આ ટાઇફોઇડ હોય શકે છે. આ સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરવામાં થોડું પણ મોડું ના કરો.ટાઇફોઇડ પછી શરીરમાં સતત દુખાવો થાય છે. માંસપેશીઓ જકડાઈ જાય છે, સાંધામાં થોડો વધારે દુખાવો થાય છે.શરીરમાં દુખાવો, માથામાં દુખાવો અને ભૂખ ના લાવવી એ પણ લક્ષણો છે. તેનાથી પીડિતનું ડાયટ અડધાથી પણ ઓછું થઈ જાય છે. આથી નબળાઈ આવે છે, વેટ લોસ થાય છે અને ઈમ્યુનિટી સિસ્ટમ નબળી પડે છે.ટાઇફોઇડને લીધે ગભરાટ પણ થાય છે. એટલે કે વધારે સીવિયર અથવા ગંભીર થઈ જાય તો પીડિત માનસિક રીતે હેરાન થાય છે. એન્ક્ઝાઈટી અને તણાવ પણ ટાઈફોઈડના લક્ષણોમાંથી એક છે.ટાઈફોઈડ થાય ત્યારે ડાઈજેસ્ટિવ સિસ્ટમ પર ખરાબ અસર પડે છે. તેમાં ઝાડા, એસિડિટી અને પેટના દુખાવાની સમસ્યા પણ થાય છે.
    •     ટાઈફોઈડ દરમિયાન ખાવા-પીવાને લઈને વધારે સાવધાન રહેવું પડે છે. ડૉ. શિખા વર્માના અનુસાર આ દરમિયાન ખાવાનું ન ખાવું વધારે જોખમી સાબિત થઈ શકે છે. ડૉ. વર્મા પાણી વધારે પીવાની સલાહ આપે છે. આ દરમિયાન પીડિતને એ વાતનું ખાસ ધ્યાન આપવાનું હોય છે તે ઉકાળેલું પાણી પીવે. તે ઉપરાંત ટોન્ડ દૂધ, નારિયેળ પાણી અને લવિંગનું પાણી જરૂરથી પીવું.ફળોમાં સફરજ, મોસંબી, દાડમ, દ્રાક્ષ અને પપૈયું ખાવું. તેનાથી તમારી ઈમ્યુન સિસ્ટમ મજબૂત રહેશે. ખાવામાં ફાડા, ચોખા, મગની દાળની પાતળી ખીચડી, બાફેલી મગની દાળ અને રોટલી ખાવી. શાકભાજીમાં પાલક, દૂધી, ગલકા અને કારેલા ખાવા. નિષ્ણાતોની સલાહ છે કે આ દરમિયાન સ્નાન ન કરવું અને વધારેમાં વધારે બેડ રેસ્ટ કરવો.
      •     ટાઈફોઈડની એક જ સારવાર છે, પરંતુ અસરકારક છે. ડૉ. વર્માના અનુસાર ટાઈફોઈડની સારવારમાં માત્ર એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આવું ત્યારે થાય છે જ્યારે પીડિતને માત્ર ટાઈફોઈડ હોય. ટાઈફોઈડના કારણે પીડિતને બીમારીઓ થઈ જાય છે તો તેને બીજી સારવાર પણ આપવામાં આવે છે.આવા કેસમાં પીડિતને રિકવર થવામાં ઘણો ટાઈમ લાગે છે. એન્ટિબાયોટિક દવાઓ ઉપરાંત, પર્યાપ્ત પાણી પીવું અને ખાવા-પીવાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વધારે ગંભીર કેસમાં આંતરડાંમાં ઈન્ફેક્શન થાય છે અને સર્જરીની જરૂર પડી શકે છે.જોખમવાળા ક્ષેત્રોની યાત્રા કરતા પહેલા ટાઈફોઈડ તાવની રસી લગાવવાની સલાહ આપવામાં આવે છે. તે ઉપરાંત દવા પણ આપવામાં આવે છે. રસી 100 ટકા અસરકારક નથી અને ખાવા-પીવાના સમયે પણ સાવધાની રાખવી જોઈએ
      •     ડૉ. વર્મા કહે છે કે ટાઈફોઈડથી સાજા થતા લોકોમાં ફરીથી ટાઈફોઈડ થવાનું જોખમ રહે છે. તે લોકો જે એન્ટિબાયોટિક્સથી સાજા થઈ જાય છે, તેમને બીમારી ફરીથી થવાનું જોખમ વધારે રહે છે.જો રિકવર થવા બાદ સાવધાની ન રાખવામાં આવે તો તે ફરીથી થવાની સંભાવના વધારે રહે છે. દર વર્ષે લગભગ 10 ટકા પીડિતોમાં આ બીમારીથી સાજા થયા બાદ થોડાક સપ્તાહમાં ફરીથી થઈ જાય છે.એક્સપર્ટ્સના અનુસાર, ટાઈફોઈડથી સાજા થતા લોકોએ પોતાની ઈમ્યુન સિસ્ટમને લઈને સાવધાન રહેવું જોઈએ. કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જેમ કે-ગરમ પાણી, ગરમ ટોન્ડ દૂધ, અને લીલા શાકભાજી ઉપરાંત હળવો ખોરાક ડાયટમાં સામેલ કરો. દરરોજ એક્સર્સાઈઝ કરો અને તમારી આસપાસ સફાઈ રાખવી.

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 310