જુવારમાં સાંઠા માખીને કેવી રીતે અટકાવવી ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-22 11:33:33
  • Views : 352
  • Modified Date : 2021-03-22 11:44:06


જુવારના પાકમાં શિયાળુ વાવેતર પણ કરવામાં આવે છે. ઘાસચારા તેમજ દાણા મેળવવા અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તો પોંક માટે જુવારનું વાવેતર થાય છે. છોડ પર સાંઠાની માખીનો
ઉપદ્રવ જોવા મળતો હોય છે. નુકસાન પામેલા છોડનાં સાંઠાની બાજુએ ફૂટ કે પીળા જોવા મળે છે. નુકસાન અટકાવવા માટે જૂના
પાકની કાપણી બાદ તરત જ ખેડ કરી પાકના અવશેષોનો નાશ કરવો. પ્રતિકારક જાતનું વાવેતર કરવું. જુવારની વહેલી વાવણી કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. ઓગસ્ટ પછીની વાવણીમાં ઉપદ્રવ વધુ જોવા મળતો હોવાથી જુવારના બીજને દિવેલનો પટ આપ્યા બાદ થાયોમિથોકઝામ ૭૦ ટકા ૩ ગ્રામ અથવા કાર્બોસલ્ફાન ૨૫ એસસી દવા ૧૬૦ ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ બીજ માવજત આપી તરત જ વાવણી કરવાથી તેમજ જુવારની સીધી વાવણીમાં બીજ દર વધુ (૧૨.૫ કિગ્રા./હે.) રાખવાથી પણ નુકસાન ઘટાડી શકાય છે. રાસાયણિક જંતુનાશકોનો ભલામણ મુજબ ઉપયોગ કરવો. જેમ કે, સાયપરમેથ્રિન ૧૦ ઈસી ૧૦ લિટર પાણીમાં ૫ મિલિ. ઓગાળીને છંટકાવ કરવાથી આ જીવાતનું ઊભા પાકમાં અસરકારક નિયંત્રણ થાય છે. બીજ ઉત્પાદન પ્લોટમાં કાર્બોફ્યુરાન ૩% દાણાદાર દવા ૨ ગ્રામ પ્રતિ એક મીટર ચાસમાં વાવણી વખતે આપવી.

Download Our B K News Today App



Related News