પાલનપુરના આકેડી ગામના યુવા ખેડૂતે તાઈવાન પપૈયાની બાગાયતી ખેતી કરી 15 લાખ જેટલી મબલખ આવક મેળવી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-16 11:11:23
  • Views : 438
  • Modified Date : 2022-04-16 11:11:23

 

ચાર એકર જમીનમાં 4500 જેટલા પપૈયાના રોપા લાવી વાવણી કરી સારી આવક મેળવી છે

16 થી 18 મહિના ની ખેતી માં કુલ અઢી લાખનો જેવો ખર્ચો પાછળ 15 લાખ જેટલી આવક મળવાની આશા

 

બનાસકાંઠા જિલ્લા નાખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ આગળ વધી રહ્યા છે જેમાં પાલનપુર તાલુકાના આકેડી ગામના એક યુવા ખેડૂત શૈલેષભાઈ ચૌધરી એ તાઇવાન પપૈયાની બાગાયતી ખેતી કરી એક સિઝનમાં લાખ રૂપિયાની કમાણી કરી છે જેમાં તેમને તાઈવાન પપૈયાના રોપા લાવી પોતાના ખેતરમાં 4500 રોપ લાવી વાવેતર કર્યું હતું 16 થી 18 મહિના ની ખેતી માં કુલ અઢી લાખનો જેવો ખર્ચો પાછળ 15 લાખ જેટલી આવક મળવાની યુવા ખેડૂત શૈલેષભાઈ ચૌધરી આશા વ્યક્ત કરી છે

 

પાલનપુર તાલુકાના ગેડી ગામના એક યુવાન ખેડૂતે પોતાના ચાર એકર ખેતરમાં તાઈવાન પપૈયાના રોપા લાવી ખેતી કરી છે જોકે યુવા ખેડૂત  શૈલેષભાઈ ચૌધરી પેલાં ચીલાચાલુ ખેતી કરતા હતા પરંતુ  બે મિત્રને ત્યાં તાઈવાન પપૈયાની બાગાયતી ખેતી જોઇ પોતાના ખેતરમાં તાઇવાન પપૈયાં વાવાનું વિચારણા કરી હતી  અને ચાર એકર જમીનમાં તેમને  4500 પપૈયાના રોપા લાવીને  વાવણી કરી હતી જેમાં તેમને  અઢી લાખ જેટલાં નો કુલ ખર્ચ થયો હતો શૈલેષભાઈ ચૌધરીએ  ખેતરમાં પપૈયાના રોપાનું વાવેતર કરી  સારી એવી માવજત કરી હાલ સિઝન પૂરી થવાના આણે તેમને અંદાજે પંદર લાખ જેટલી આવક થઈ છે જોકે શૈલેષભાઈ ચૌધરી ને વાઇરસના કારણે તકલીફ પડી હતી જોકે માર્કેટમાં ભાવ સારા હોવાના કારણે તમને સારો એવો ફાયદો થયો હતો બાગાયતી ખેતી માં સામાન્ય ખેતી કરતા આવક સારી રહે છે. પપૈયા ની ખેતીનો પાક 16 થી 18 માસનો હોય છે. જેથી એક જ વાર ખેડ અને બિયારણ નો ખર્ચ થાય છે. જ્યારે સામાન્ય ખેતીમાં તે ખર્ચ વધી જાય છે

 

જોકે આ અંગે આકેડી ગામ ના યુવાન ખેડૂત શૈલેષભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પહેલા રાયડો ઘઉં જેવા પાકોની વાવણી કરતા હતા ધીરેધીરે ટેક્નોલોજી વધી એના કારણે મગફળી બટાકા જેવું વાવેતર કરવા લાગ્યા એક બે ભાઈ નું પપૈયાનું વાવેતર મેં જોયેલું મને ગમ્યું કારણ કે ખેતી સિવાય બીજો ધંધો કરવો હોઈ અને જો પપૈયા વેવેલા હોઈ તમને સમય મળે અને સીઝન લાંબી ચાલતી હોઈ પપૈયાનો વિચાર આ વર્ષ થી જ કર્યો હતો સારું એવું છે કે દર વખત જે મને મળતર રહેતું હતું ખેતીમાં એના કરતા થોડું સારું રહ્યું પપૈયાની ખેતીમાં પાણી ની ખુબજ જરૂર પડે

 

શૈલેષ ભાઈ ચૌધરી વધુમા જણાવ્યું હતું કેમ મગફળી બટાકા વાવવા થી વારંવાર ખેડનો ખર્ચો લાગતો હોઈ છે ખાતર બિયારણ પણ મોંઘા હોઈ છે પપૈયા ની ખેતી લાંબા સમય સુધી ચાલતી હોઈ એટલે થોડું ખાતર બી ઓછું વાપરવાનું હોઈ જેથી ખર્ચો ઓછો થાય છે સારા ભાવ છે આ વખતે મને બીજા પાકોની જગ્યા એ પપૈયાનું વાવેતર નફા ની રીતે આમ બી સારું રહ્યું, 4500 જેટલા પપૈયાના છોડ વાવેલા અઢી લાખ સુધીનો ખર્ચો થયેલો છે પપૈયાના છોડ થી લઈને ખાતર બિયારણ સુધીનો સીઝન પુરિ થવા પર છે 15 લાખ આજુબાજુ મળતર રહેશે થોડીક વાયરસ ના કારણે તકલીફો પડી આટલા છોડ વાવેલા હોઈ સારી ઉપજ હોઈ તો 20 લાખ સુધી ની આવક થાઈ લગભગ 4 એકરમાં પપૈયાનું વાવેતર કરેલું 15 લાખ આજુબાજુ નફો રહેશે ખેતી સારી છે

 

 

 

Download Our B K News Today App



Related News