ફરી ખેડૂત આંદોલન: મોટી સંખ્યામાં જંતર-મંતર પર ભેગી થઈ ભીડ, ભારે ફોર્સ તૈનાત, જાણો શું છે માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-13 16:48:42
  • Views : 611
  • Modified Date : 2023-03-13 16:48:42

ફરી એકવાર ખેડૂત સંગઠન દિલ્હી તરફ પ્રયાણ કરી રહ્યું છે. પાંચ ખેડૂત સંગઠનો આજે સંસદ ભવન તરફ માર્ચ કરશે. આ પહેલાં જંતર-મંતરમાં તેમનું પ્રદર્શન છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે જે વાયદાઓ કર્યાં હતાં તે પૂરા કર્યાં નથી. જાણકારી અનુસાર પંજાબથી આવી રહેલા આ ખેડૂતો દિલ્હીમાં ગુરુદ્વારા બંગલા સાહિબની પાસે ભેગા થશે અને અહીંથી સંસદ ભવનની તરફ માર્ચ કરશે. કેન્દ્ર સરકારે 3 કૃષિ કાયદાઓની સામે 26 નવેમ્બર 2020નાં ખેડૂતોનું આંદોલન શરૂ કર્યું હતું. લગભગ એકવર્ષ સુધી ચાલેલા આંદોલન બાદ આ ત્રણ કાયદાઓને રદ કરી દેવામાં આવ્યાં હતાં.19 નવેમ્બર 2021નાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ત્રણેય કાયદાઓને પાછા ખેંચી લેવાનું એલાન કર્યું હતું તેના બાદ આ આંદોલન સમાપ્ત થયો હતો. પરંતુ ખેડૂત સંગઠનોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે તેમણે કરેલા વાયદાઓને પૂરાં કર્યાં નથી તેથી તેઓ દિલ્હી તરફ માર્ચ કરી રહ્યાં છે.

Download Our B K News Today App



Related News