મરચાંની જ્વાલા અને જી.૪ જાતનાં શું લક્ષણો છે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-22 11:36:24
  • Views : 416
  • Modified Date : 2021-03-22 11:36:24

મરચાંની વિવિધ વેરાઈટીઓ છે. જેમાં જ્વાલા વેરાઈટી પુસા ન્યુ દિલ્હીથી બહાર પાડવામાં આવેલી છે. જેનો મુખ્ય ઉપયોગ સુકા પાઉડર તરીકે થાય છે. જ્વાલા વેરાઈટીમાં શરૂઆતની બેથી ત્રણ લીલા મરચાં તરીકે વીણી કરી પછી સુકા મરચાં માટે છોડ પર પકવવા મુકી દેવામાં આવે છે. મરચાંની છાલ પાતળી કરચલીવાળી હોય છે. મરચાં સાધારણ પીળાશ પડતા આછાં લીલા રંગના હોય છે. મરચાંમાં તીખાશ વિશેષ હોય છે. આ જાત કોકડવા સામે અંશતઃ પ્રતિકારક શક્તિ ધરાવે છે પણ અલ્ટરનેરિયા રોગથી ગ્રહિત હોય છે. આ જાતના છોડ મધ્યમ ઊંચાઈના, ઘટાદાર ફેલાવવાળા હોય છે. પાન નાના, આછા લીલા રંગના મધ્યમ લંબાઈના (૮થી ૧૦ સેમી.) પાતળા અણીવાળા હોય છે. સુકા મરચાંનું સરેરાશ ઉત્પાદન ૧૨૦૦થી ૧૫૦૦ કિલોગ્રામ પ્રતિ હેકટર ઉત્પાદન આવે છે. જી-૪ મરચાંની વેરાઈટીમાં મરચાં ટુંકા, ગાઢા લીલા અને વધુ તીખા તથા હેરફેરમાં ઓછા બગડે છે. દેખાવ અને તીખાશને કારણે બજારભાવ ઊંચો રહે છે. છોડ મધ્યમ ઊંચો અને સાંકડા, ગાઢા લીલા રંગના પાન ધરાવે છે.

Download Our B K News Today App



Related News