આ ઝાડની ખેતી કરીને વર્ષો સુધી કરો કમાણી ડબલ

  • Published By :
  • Published Date : 2022-09-08 17:19:32
  • Views : 296
  • Modified Date : 2022-09-08 17:20:17

આમ તો આજકાલ દરેક લોકો બિઝનેસ કરવાની ઈચ્છા ધરાવે છે. જોકે બિઝનેસ જુદા જુદા પ્રકારના હોઈ શકે અને તે વ્યક્તિની રોકાણ શક્તિ પર આધાર રાખે છે. પરંતુ આજકાલ મોટી ડીગ્રી લીધા પછી પણ લોકો વ્હાઈટ કોલર જોબ છોડીને ખેતીને પોતાના બિઝનેસ તરીકે પસંદ કરી રહ્યા છે. જેનું કારણ આ બિઝનેસમાં ઘણા એવા ઓપ્શન છે જેમાં ઓછી મહેનતે તગડી કમાણી થઈ શકે છે. તમે પરંપરાગત ખેતીથી અલગ અનેક પ્રકારની ખેતી કરી શકો છો જેમાં ચંદનની ખેતી, મોંઘા અને વિદેશી ફુલોની ખેતી, વિદેશી ફળોની ખેતી એટલું જ નહીં તમને મોતી અને માછલીની ખેતી પણ કરીને તગડી કમાણી કરી શકો છો. ત્યારે આજે આપણે એવી જ એક ખેતીની વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં તમે ફક્ત રુ. 50 હજારનું રોકાણ કરીને વર્ષો સુધી તગડી કમાણી મેળવી શકો છો. હા, ફક્ત એક જ વાર રોકાણ કરવાનું અને વર્ષો સુધી કમાણી કરાવતી આ ખેતી એટલે કેસૂડાની ખેતી. કેસૂડો પોતાના રંગ સાથે લાખ અથવા લાહની ખેતી માટે પણ જાણીતો છે. આ ફુલમાં કોઈ સુગંધ હોતી નથી, દુનિયાભરમાં કુદરતી રંગો માટે જાણીતા આ ફુલોની ખેતી ઝારખંડ ઉપરાંત દક્ષિણ ભારતમાં પણ મોટા પાયે કરવામાં આવે છે. જો તમારી પાસે જમીન હોય તો પણ તમે ફક્ત રુ.50 હજારનું રોકાણ કરીને કેસૂડાની ખેતી કરી શકો છો 

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 189

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 183

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 226