ડબલ એન્જીનની સરકારમાં લીંબુના ભાવ આસમાને

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-22 15:34:16
  • Views : 527
  • Modified Date : 2023-02-22 15:34:16

ડબલ એન્જીનની સરકારમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. ધોરાજીમાં લીંબુના ભાવ 130 થી 150 રૂપિયા પ્રતિ કિલો પહોંચતા લીંબુ લોકને નીચોવી રહ્યું છે. મોંઘવારીમાં વધુ એક લીંબુના ભાવમાં ઘરખમ વધારો થતા ગ્રુહીણી બજેટ ખોરવાયુ  છે. આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવ રૂપિયા 100ને વટાવી ગયા છે. વિધિવત રીતે ઉનાળાની શરૂઆત થાય તે પહેલા લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે.

સામાન્ય રીતે ઉનાળામાં લીંબુનો વપરાશ વધુ થતો હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળાની શરૂઆત થાય તે પહેલાં જ લીંબુનો સ્વાદ ખાટો નહીં પણ કડવો બની ચૂક્યો છે. કારણ કે બજારમાં લીંબુની આવક ઓછી થઇ છે જેની સામે માંગમાં વધારો થયો છે. જેને કારણે લીંબુના ભાવ બમણા થઈ ચૂક્યા છે. વેપારીઓનું કહેવું છે કે, બજારમાં લીંબુની આવક ઓછી અને માંગમાં વધારો થતા હજુ પણ લીંબુ ના ભાવ વધશે. ગરમી પહેલા જ ડબલ એન્જીન સરકારમાં લીંબુ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખશે તેવુ જોવા મળી રહ્યું છે.

Download Our B K News Today App



Related News