ડીસા, ધાનેરા અને દાંતીવાડા સહિત જીલ્લામાં ૩૧ તળાવ ઉંડા કરાશે: માવજીભાઈ દેસાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-13 13:05:23
  • Views : 402
  • Modified Date : 2022-06-13 13:05:23

 

ડીસા માર્કેટયાર્ડ ના ચેરમેન તેમજ બનાસકાંઠા ભાજપ ના આગેવાન માવજીભાઈ દેસાઈ દ્વારા સ્વખર્ચે તળાવ ઉંડા કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ડીસા, ધાનેરા અને દાંતીવાડા સહિત બનાસકાંઠા ના ૩૧ તળાવ ઉંડા કરવાની પક્રિયા હાથ ધરવામાં આવી છે.

તા. 17 એપ્રિલ 2022 ના રોજ ડીસા ખાતે રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે નવદંપતીઓને આશિર્વાદ આપવા પધારેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા હાનિ ની બચત કરવા અને ચોમાસા દરમિયાન વહી જતા વરસાદી હણીને રોકવા માટે ગામે ગામ તળાવ ઉંડા કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જેથી રબારી સમાજના આગેવાન અને ડીસા માર્કેટયાર્ડ ના ચેરમેન માવજીભાઈ દેસાઈ એ પ્રથમ સમૂહ લગ્ન માં જોડાનાર દીકરીઓની યાદમાં સ્વખર્ચે બનાસકાંઠા ના ૩૧ તનાવ ઉંડા કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

આથી પ્રથમ તબક્કામાં દાંતીવાડા તાલુકા ના ઝાત, પાંથાવાડા, ખીમત અને ચોરા ગામમાં તળાવ ઉંડા કરવાનો શુભારંભ ચેરમેન માવજીભાઇ દેસાઈ ના હસ્તે તેમજ બનાસ બેંક ને ચેરમેન સવસીભાઈ ચૌધરી, દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ ગણપતલાલ રાજગોર સહીત આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

સરકાર દ્વારા જળ સંચય અભિયાન અંતર્ગત લોકભાગીદારી થી તળાવ ઉંડા કરવાનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દાંતીવાડા તાલુકા ના આરખી ગામમાં ચાલી રહેલ તળાવ ના કામમાં ડીસા માર્કેટ યાર્ડ ના ચેરમેન માવજીભાઇ દેસાઈ એ 51 હજાર ની જાહેરાત કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News