તુરિયાની આ પદ્ધતિથી વાવણી કરશે તો થશે મોટો લાભ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-03-22 11:30:37
- Views : 473
- Modified Date : 2021-03-22 11:30:37
વેલાવાળા પાકોની સરળતાથી અને ઓછા ખર્ચે ખેતી થઈ શકે છે. એમાં પણ આ પાકો અન્ય
પાકોની સરખામણીમાં પાંચથી સાત ગણું વધુ ઉત્પાદન આપે છે. વેલાવાળા પાકોમાં વિપુલ પ્રમાણમાં પોષકતત્ત્વો, વિટામિન્સ તેમજ ક્ષારો હોવાથી તેનું પોષક મૂલ્ય ખુબ જ ઊંચું હોય છે.
આ પાકોમાં વિપુલ પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ, મેગ્નેશિયમ, મિથિયોનાઈન અને નાઈસીન જેવા ઘટકો હોય છે. તેથી આપણા આહારમાં શાકભાજીના પાકોનું ખુબ જ મહત્ત્વ રહેલ છે. પ્રાચીનકાળથી વેલાવાળા શાકભાજી છોડના વિવિધ ભાગોનો ઉપયોગ આયુર્વેદિક રીતે થતો આવ્યો છે. આપણા રોજિંદા ખોરાકમાં ૧૫૦ ગ્રામ જેટલા લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરવાથી પ્રમાણિત માત્રામાં લોહ તત્ત્વ, કેલ્શિયમ, બીટા-કેરોટીન, વિટામીન-સી અને ફોલિક એસિડ મળી રહે છે. જે શરીરની ચયાપચયની ક્રિયાઓમાં અગત્યનો ભાગ ભજવે છે.
અનુકૂળ આબોહવા
તુરિયાના પાકને ગરમ અને ભેજવાળું વાતાવરણ સૌથી વધુ અનુકૂળ આવે છે. સામાન્ય રીતે ૩૦ થી ૩૫ સે. તાપમાન આ પાકના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. તેથી આ પાક ચોમાસું તેમજ ઉનાળુ એમ બંને ઋતુમાં લઈ શકાય છે.
જમીનની પસંદગી
આ પાકને સારા નિતારવાળી ફળદ્રુપ, ગોરાડું તેમજ મધ્યમ કાળી જમીન માફક આવે છે. પાકની વાવણી કરતા પહેલાં જમીનને ખેડ કરી સમતળ કરવી. મોટાપાયા ઉપર વાવેતર કરવું હોય તો એના માટે ૫થી ૭ ટન છાણિયું ખાતર જમીનની તૈયારી સમયે આપવું જરૂરી છે. ત્યારબાદ ૨ મીટર અથવા ૧.૫ મીટરના અંતરે ચાસ ખોલવા અને દરેક ચાસમાં પાક માટે જરૂરી એવા પાયાના ખાતરો જેવા કે ફોસ્ફરસ અને પોટાશનો પાક માટે જરૂરી એવો સંપૂર્ણ જથ્થો આપવો.
તુરિયાની સુધારેલ જાતો
પુસા નસદાર
આ જાતના ફળ આછા લીલા રંગના, ફળ ઉપર ૮ થી ૯ નસ ઉપસેલી જોવા મળે છે. ફળ સામાન્ય રીતે ૨૦ થી ૨૫ સ.મી. લંબાઈના અને ૨૦૦ થી ૩૦૦ ગ્રામ વજન ધરાવે છે. આ જાતમાં ૪૫થી ૫૦ દિવસે ફૂલ આવવાની શરૂઆત થાય છે. વધુ ઉત્પાદન આપતી અને ગુણવત્તાવાળી જાત છે. અંદાજીત ઉત્પાદન ૧૨,૦૦૦ થી ૧૩,૦૦૦ કિગ્રા. પ્રતિ હેકટર આપે છે.
કોઈમ્બતુર-૧
મધ્યમ મોડી પાકતી જાત છે. આ જાતના ફળ આછા લીલા રંગના, મધ્યમ લંબાઈના ૩૦૦ થી ૪૦૦ ગ્રામ વજન ધરાવે છે. અંદાજીત ઉત્પાદન ૧૫,૦૦૦ કિગ્રા. હેક્ટર આપે છે. પાકની અવધિ ૧૨૫ દિવસની હોય છે.
કોઈમ્બતુર-૨
ફળ આછા લીલા રંગના તથા છાલ ઉપર આછી નરમ નસો ઉપસેલી હોય. ફળમાં બીજની સંખ્યા ઓછી હોય. ૭૦ દિવસે પ્રથમ વીણી આવે છે. પાકની અવધિ ૧૧૦ થી ૧૧૫ દિવસ અને અંદાજીત ઉત્પાદન ૨૫,૦૦૦ કિગ્રા./હેકટર આવે.
પંજાબ સદાબહાર
આ જાતના ફળ મધ્યમ કદના, પાન ઘાટા લીલા રંગના હોય છે. ફળ પાતળા, લાંબા, આકર્ષક અને પ્રોટીનથી ભરપૂર હોય છે. અંદાજીત ઉત્પાદન ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ કિગ્રા. પ્રતિ હેકટર સુધીનું આપે છે.
જયપુરી
રાજસ્થાનની સ્થાનિક જાત છે. મધ્યમ લંબાઈના આછા લીલા રંગના ફળ થાય છે. અંદાજીત ઉત્પાદન ૧૨,૦૦૦થી ૧૨,૫૦૦ કિગ્રા. પ્રતિ હેકટર આપે છે.
ગુજરાત આણંદ તુરિયા-૧
આ જાતના ફળ લીલા, મધ્યમ કદના, લંબગોળ અને આકર્ષક દેખાવાના હોય છે. વિષાણુથી થતા મોઝેક અને તણછારો રોગ સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે. અંદાજીત ઉત્પાદન ૧૫,૧૦૦ કિગ્રા. હેકટર આપે છે.
ગુજરાત જૂનાગઢ હાઈબ્રિડ તુરિયા-૧
સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં ચોમાસુ ઋતુમાં તુરિયાનો પાક ઉગાડતા ખેડૂતોને નિષ્ણાતો તરફથી જૂનાગઢ હાઈબ્રિડ તુરિયા-૧ નું વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવે છે. આ હાઈબ્રિડ જાતના તુરિયાંનું ઉત્પાદન ૧૧૩.૩૦ ક્વિન્ટલ/હેકટર મળેલ છે. જે નિયંત્રણ જાતપુસા નસદાર તથા ગુજરાત આણંદ તુરિયાં-૧ કરતા અનુક્રમે ૨૪.૫૬% તથા ૧૪.૮૮% વધારે માલૂમ પડેલ છે. અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે આ હાઈબ્રિડ જાતના તુરિયાના ફળો લાંબા થાય છે.
આંતરખેડ અને નીંદામણ
પાકની શરૂઆતની અવસ્થામાં બેથી ત્રણ વખત આંતરખેડ કરવી. વેલાની લંબાઈ વધવા લાગે ત્યારે આંતરખેડ બંધ કરવી. જરૂરિયાત મુજબ ૩થી ૪ વખત નીંદામણ કરી ખેતર ચોખ્ખું રાખવું.
મંડપ પદ્ધતિ ફાયદાકારક
તુરિયાના પાકમાં મંડપ પદ્ધતિ માટે વાવેતર બાદ ૨૦થી ૨૫ દિવસે લાકડાના થાંભલાઓનો મંડપ બનાવી કાથી ઉપર વેલાઓને ચઢાવવાથી વેલાની વૃદ્ધિ સારી થાય છે. વેલાની વૃદ્ધિ માટે પૂરતી જગ્યા તેમજ પ્રકાશ મળી રહે છે, તેમજ ફળની લંબાઈ પણ વધે છે. આ ઉપરાંત ફળ જમીનને અડતા ન હોવાથી ફૂગથી નુકસાન થતુ નથી. ગુણવત્તા સારી મળે છે અને વીણીમાં સરળતા રહે છે. મંડપ પદ્ધતિથી તુરિયાના પાકમાં ૩૦% વધારે ઉત્પાદન મળે છે.
કેવા ખાતર ક્યારે આપશો?
સેન્દ્રિય ખાતર ૭થી ૮ ટન છાણિયું ખાતર હેકટરે જમીન તૈયાર કરતી વખતે આપવું. રાસાયણિક ખાતરમાં ૧૨.૫ કિગ્રા. ફોસ્ફરસ (૨૭ કિગ્રા. ડી.એ.પી.) અને ૧૨. ૫ કિગ્રા. પોટાશ (૨૧ કિગ્રા. મ્યુરેટ ઓફ પોટાશ) ચાસ ખોલીને પાયાના ખાતર તરીકે આપવું. પૂતિર્ ખાતર તરીકે વાવણી બાદ ત્રણ અઠવાડિયા પછી હેકટરે ૨૫ કિગ્રા. નાઈટ્રોજન (૫૫ કિગ્રા. યુરિયા) આપવું.
વીણી ક્યારે કરવી તે જાણી લો
તુરીયાની પ્રથમ વીણી વાવેતર બાદ ૫૦ થી ૫૫ દિવસે આવે છે. ફળ ઉતારવાની શરૂઆતથી તુરિયામાં દોઢથી બે માસ સુધી વીણી ચાલુ રહે છે. સારા અને કુમળા ફળો ઉતારી ગ્રેડિંગ કરી બજારમાં મોકલવાથી સારા ભાવ મળે છે.
ઉત્પાદન
તુરિયાનું સરેરાશ ઉત્પાદન ૯૦૦૦થી૧૦, હજાર કિગ્રા./હેકટર મળે છે. જાત મુજબ ઉત્પાદનમાં ફેરફાર જોવા મળે છે.
Related News
શંભુ બોર્ડર પાસે આજે રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરાત, ખેડૂતો ફરી રોષે...
- by B.K.NEWS DAINIK
- April 9, 2024, 12:22 pm
- 418
ઈન્દોર અનાજ બજાર: મગ મજબૂત, તુવેર સસ્તી થઈ, દાળમાં...
- by B.K.NEWS DAINIK
- April 9, 2023, 11:56 am
- 596
ખાદ્યતેલ : મગફળીના તેલમાં તેજી, તેલીબિયાં મજબૂત, ખાલી...
- by B.K.NEWS DAINIK
- April 9, 2023, 11:44 am
- 496
ફરી ખેડૂત આંદોલન: મોટી સંખ્યામાં જંતર-મંતર પર ભેગી થઈ ભીડ, ભારે ફોર્સ તૈનાત,...
- by B.K.NEWS DAINIK
- March 13, 2023, 4:48 pm
- 611
વધુ તાપમાનથી શાકભાજી અને ફળનું ઉત્પાદન ઘટી...
- by B.K.NEWS DAINIK
- March 9, 2023, 5:38 pm
- 505
ભારે કરી! ગુજરાતના આ 3 માર્કેટ યાર્ડમાં હજુ સુધી શરૂ નથી કરાઇ ડુંગળીની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2023, 1:37 pm
- 604
ડબલ એન્જીનની સરકારમાં લીંબુના ભાવ...
- by B.K.NEWS DAINIK
- February 22, 2023, 3:34 pm
- 510
કૃષિમંત્રીની કૃષિભવનની સરપ્રાઇઝ મુલાકાતથી અધિકારી-કર્મચારીઓમાં સોંપો...
- by parth lakhtaria
- December 30, 2022, 4:05 pm
- 529
ખેડૂતો અને મજુરોની માગ પુરી નહિં...
- by parth lakhtaria
- December 1, 2022, 1:28 pm
- 556
ખેડૂતો માટે ખુશખબર : PM કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો 17 ઓક્ટોબરે જાહેર...
- by PIYUSH PARMAR
- October 15, 2022, 2:12 pm
- 304
મહારાષ્ટ્રમાં વરસાદને કારણે કપાસના પાકને...
- by
- September 26, 2022, 4:00 pm
- 282
જાણો કયા રાજ્યમાં ડાંગરની ખેતીમાં ઘટાડો થયો અને ક્યાં વાવેતર...
- by
- September 24, 2022, 3:53 pm
- 793
રાજ્યની આ 5 યુનિવર્સિટીમાં થશે...
- by
- September 16, 2022, 4:47 pm
- 317
કૃષિ-પ્રોસેસ્ડ ખાદ્ય પેદાશોની નિકાસમાં 30%ની...
- by
- September 13, 2022, 3:48 pm
- 279
તહેવારોની મોસમ પહેલા ફરી મોંઘુ થઈ શકે છે...
- by
- September 9, 2022, 4:40 pm
- 284
આ ઝાડની ખેતી કરીને વર્ષો સુધી કરો કમાણી...
- by
- September 8, 2022, 5:20 pm
- 295
ગુજરાતે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાના...
- by
- September 8, 2022, 4:35 pm
- 464
વિશ્વભરમાં ભારતીય ફળ પાઇનેપલની માંગ...
- by
- September 7, 2022, 3:38 pm
- 296
કાજુની ખેતી આપી રહી છે સારો...
- by B.K.NEWS DAINIK
- September 6, 2022, 5:43 pm
- 282
આજે ગાંધીનગર બંધનું એલાન, પડતર માંગણીઓને લઇને 'ભારતીય કિસાન સંઘ' આક્રમક...
- by B.K.NEWS DAINIK
- September 5, 2022, 1:01 pm
- 372
ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યાં:બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો 29.18 ટકા વરસાદ...
- by B.K.NEWS DAINIK
- July 14, 2022, 3:08 pm
- 350
પાણી માટે કેન્દ્ર સરકારની લેવી પડશે મંજૂરી, નવા અને જૂના બોરવેલ માટે રૂ.10000...
- by B.K.NEWS DAINIK
- June 30, 2022, 1:15 pm
- 553
ડીસા મામલતદાર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોની વિવિધ...
- by B.K.NEWS DAINIK
- June 16, 2022, 11:23 am
- 273
ગત મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો જોકે પ્રથમ વરસાદમાં જ...
- by B.K.NEWS DAINIK
- June 14, 2022, 11:40 am
- 282
ડીસા, ધાનેરા અને દાંતીવાડા સહિત જીલ્લામાં ૩૧ તળાવ ઉંડા કરાશે: માવજીભાઈ...
- by B.K.NEWS DAINIK
- June 13, 2022, 1:05 pm
- 402
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે મહિનામાં જ પાણીના તળ 200 થી 300 ફુટ ઉંડા જતા...
- by B.K.NEWS DAINIK
- June 13, 2022, 12:47 pm
- 257
ડીસા માર્કેટયાર્ડ ખાતે મગફળી ની આવક શરૂ પ્રથમ દિવસે ૩૦૦ બોરી ની...
- by B.K.NEWS DAINIK
- May 31, 2022, 11:18 am
- 417
બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવમાં આગ ઝરતી તેજી ખેડૂતોમાં...
- by B.K.NEWS DAINIK
- May 28, 2022, 11:30 am
- 7927
ધોમ ધખતા તાપમાં ખેડૂત વર્ગ બાજરી નો પાક લેવામાં...
- by B.K.NEWS DAINIK
- May 26, 2022, 10:40 am
- 386
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બટાટામાં થતાં નુકશાનની ભરપાઈ કરનારી શક્કર...
- by B.K.NEWS DAINIK
- May 21, 2022, 11:18 am
- 352
ચોમાસું આવે છે / રાજ્યના ખેડૂતો માટે શુભ સમાચાર: 20 જૂને ગુજરાતમાં...
- by B.K.NEWS DAINIK
- May 21, 2022, 10:58 am
- 334
વાસણા ગામ પાસે વધુ વિકલાંગ ખેડૂતે સક્કર ટેટી ની ખેતી કરીને કાઠું કાઢ્યું...
- by B.K.NEWS DAINIK
- May 10, 2022, 11:47 am
- 788
પાલનપુરના આકેડી ગામના યુવા ખેડૂતે તાઈવાન પપૈયાની બાગાયતી ખેતી કરી 15 લાખ...
- by B.K.NEWS DAINIK
- April 16, 2022, 11:11 am
- 439
માત્ર ચાર વીઘા જમીનમાં બાર લાખની કમાણી રળતો પ્રગતિશીલ ખેડૂત : જુઓ અમારો...
- by B.K.NEWS DAINIK
- April 8, 2022, 10:37 am
- 465
બનાસકાંઠામાં ૬ હજાર હેક્ટરમાં તરબુચ અને શક્કર ટેટીનું વાવેતર : ડીસા અને...
- by B.K.NEWS DAINIK
- April 4, 2022, 11:25 am
- 418
મોંઘવારીનો ઘા હવે ખેડૂતો પરઃ DAP અને NPK ખાતરમાં ધરખમ વધારો, જાણો કેટલો વધ્યો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2022, 2:49 pm
- 378
ખુદ્દારીની વાત:મુંબઈમાં ઓટો ચલાવતા હતા, ક્યારેક ટ્રેનિંગ માટે 5 હજાર રૂ. પણ...
- by B.K.NEWS DAINIK
- July 18, 2021, 2:20 pm
- 657
ફણસીમાં સારું ઉત્પાદન મેળવવા શું કરવું...
- by B.K.NEWS DAINIK
- March 22, 2021, 11:43 am
- 469
મરચાંની જ્વાલા અને જી.૪ જાતનાં શું લક્ષણો...
- by B.K.NEWS DAINIK
- March 22, 2021, 11:36 am
- 434
જુવારમાં સાંઠા માખીને કેવી રીતે અટકાવવી...
- by B.K.NEWS DAINIK
- March 22, 2021, 11:44 am
- 380
તુરિયાની આ પદ્ધતિથી વાવણી કરશે તો થશે મોટો...
- by B.K.NEWS DAINIK
- March 22, 2021, 11:30 am
- 473
નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સાથે સમાધાન પર ભાઈ શમાસ બોલ્યો, ‘નવાઝ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 3:00 pm
- 402
ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ શરૂ, સિંધુ બોર્ડર પર મોટી સંખ્યામાં સુરક્ષાદળ...
- by B.K.NEWS DAINIK
- January 7, 2021, 11:22 am
- 420
ખેડૂતોના સમર્થનમાં રાજભવન તરફ વધી રહેલા ખેડૂત મહાસાભા અને ડાબેરી...
- by B.K.NEWS DAINIK
- December 29, 2020, 3:27 pm
- 433
ખેડૂતોના સમર્થનમાં વકીલે ઝેર ખાઈને આપઘાત કર્યો, લખ્યું- PM અમુક લોકોના જ...
- by B.K.NEWS DAINIK
- December 27, 2020, 4:13 pm
- 449
ખેડૂતોએ થાળી વગાડીને મનકીબાતનો વિરોધ કર્યો, કહ્યું-જેવી રીતે તેમણે કોરોના...
- by B.K.NEWS DAINIK
- December 27, 2020, 1:40 pm
- 450
પ્રધાનમંત્રીએ ખેડૂતોને કહ્યું- અમે ખુલ્લા મને ચર્ચા કરવા તૈયાર, તમારા...
- by B.K.NEWS DAINIK
- December 25, 2020, 3:18 pm
- 477
ખેડૂત આંદોલનમાં ધખલ દેવા 7 અમેરિકન સાંસદોએ પોમ્પિયોને ચિઠ્ઠી લખી, ભારતે...
- by B.K.NEWS DAINIK
- December 25, 2020, 1:30 pm
- 507
આ રીતે ચેક કરો કે તમારા ખાતામાં 2 હજાર રૂપિયા આવ્યા છે કે...
- by B.K.NEWS DAINIK
- December 25, 2020, 1:10 pm
- 517
વડાપ્રધાન મોદીનો ખેડૂૂત સાથેનો સંવાદ શરૂ, આજે 9 કરોડ ખેડૂતોનાં ખાતાંમાં 18...
- by B.K.NEWS DAINIK
- December 25, 2020, 12:26 pm
- 494



