વાસણા ગામ પાસે વધુ વિકલાંગ ખેડૂતે સક્કર ટેટી ની ખેતી કરીને કાઠું કાઢ્યું છે. આ ખેડૂત 45 વિઘા જમીનમાં સક્કર ટેટી નુ વાવેતર કરી માત્ર બે મહિનામાં છે 45 લાખ રૂપિયા જેટલી માતબર કમાણી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-10 11:47:57
  • Views : 800
  • Modified Date : 2022-05-10 11:47:57

 

બનાસકાંઠાના વાસણા ગામ પાસે વધુ વિકલાંગ ખેડૂતે સક્કર ટેટી ની ખેતી કરીને કાઠું કાઢ્યું છે. આ ખેડૂત 45 વિઘા જમીનમાં સક્કર ટેટી નુ વાવેતર કરી માત્ર બે મહિનામાં છે 45 લાખ રૂપિયા જેટલી માતબર કમાણી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી સાબિત થયા છે 

 

ડીસા તાલુકાના વાસણા ગામ પાસે રહેતા નરેશભાઈ બાબુભાઈ માળી.  જેઓ એક પગે વિકલાંગ હોવા છતાં પણ ખેતીમાં સફળતા મેળવી પ્રગતિશીલ ખેડૂત બન્યા છે. નરેશભાઈ ને આમ તો ખેતી નો વ્યવસાય વારસાગત માં મળ્યો છે. તેમના પિતા પરંપરાગત ખેતી કરતા હતા. પરંતુ છેલ્લા સાત-આઠ વર્ષથી તેમણે ખેતીમાં કંઈક નવું કરવાનો વિચાર આવ્યો. અને તેમણે માર્કેટ ની સ્થિતિ જોઈ શરૂઆતમાં મધુ ટેટી નું વાવેતર કર્યું. જેની માંગ બજારમાં સારી હોવાથી તેમને ટેટી માં સારી સફળતા મળી અને ત્યારબાદ તેમણે સરકારી સહાય અને ટેકનોલોજી ની મદદથી ટેટી નું વાવેતર વધારતા ગયા. આ વર્ષે તેમણે તેમના 45 વિઘા જમીનમાં મધુ ટેટી નું વાવેતર કર્યું હતું જેમાંથી તેમને અંદાજિત 45 લાખ રૂપિયા જેટલો નફો થયો છે. મધુ ટેટી અન્ય જાત કરતા લાંબો સમય તાજી રહેતી હોવાના કારણે માર્કેટમાં તેની માંગ વધુ છે. મધુ ટેટી અન્ય ટેટી કરતા બે થી ત્રણ રૂપિયા કિલો વધુ ભાવ મળે છે. આ વર્ષે નરેશભાઈ સરેરાશ 12 રૂપિયે કિલો નું વેચાણ કર્યું છે. બનાસકાંઠા અને ગુજરાતમાં થતી મોટાભાગની ટેટી કાશ્મીરમાં નીકાસ થાય છે. એક તરફ ખેડૂતો ભાવ નથી મળતાં એવી બુમરાડો કરી સરકાર સામે આંદોલન કરતા હોય છે ત્યારે બીજી તરફ નરેશભાઈ જેવા ખેડૂત વિકલાંગ હોવા છતાં પણ પોતાની સૂઝબૂઝથી ખેતીમાં કંઈક નવુ કરી સફળતા મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે . . . . .

Download Our B K News Today App



Related News