પ્રધાનમંત્રીએ ખેડૂતોને કહ્યું- અમે ખુલ્લા મને ચર્ચા કરવા તૈયાર, તમારા વિશ્વાસ પર કોઈ આંચ નહીં આવવા દઈએ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 15:18:26
  • Views : 477
  • Modified Date : 2020-12-25 15:18:26

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 કરોડ ખેડૂતોનાં ખાતામાં કિસાન સન્માન નિધિના હપતાના 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. હવે તેઓ વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા અલગ-અલગ રાજ્યોના ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે. મોદીએ મમતા સરકાર પર નિશાન સાધતા કહ્યું કે બંગાળમાં જે લોકો ખેડૂતોને ફાયદો આપવા દેતા નથી, તે દિલ્હી આવીને ખેડૂતોની વાત કરે છે. આ સિવાય તેમણે કહ્યું કે નવા કાયદા પછી ખેડૂત જ્યાં ઈચ્છશે અને જ્યાં તેમને યોગ્ય ભાવ મળે, ત્યાં પોતાના પાકને વેચી શકે છે.તેઓ આજે 80 મીનિટ બોલ્યા હતા. જેમા 20 મીનિટ તેઓ ખેડૂત આંદોલનમાં ઉઠાવાયેલા મુદ્દા પર વાત કરી હતી.મોદીએ કહ્યું હતું કે આજે દેશના 9 કરોડથી વધુ પરિવારોનાં બેન્કનાં ખાતાંમાં સીધા જ એક ક્લિક પર 18 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. જ્યારથી આ યોજનાની શરૂઆત થઈ છે ત્યારથી 1 લાખ 10 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ ખેડૂતોનાં ખાતાંમાં પહોંચી ચૂક્યા છે. મને આજે એ અફસોસ છે કે મારા પશ્ચિમ બંગાળના 70 લાખથી વધુ ખેડૂત ભાઈ-બહેનોને એનો લાભ મળ્યો નથી. બંગાળના 23 લાખથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી ચૂક્યા છે. જોકે રાજ્ય સરકારે વેરિફિકેશનની પ્રકિયાને આટલા લાંબા સમયથી રોકી રાખી છે.

    મોદીએ કહ્યું હતું કે આજે દેશના 9 કરોડથી વધુ પરિવારોનાં બેન્કનાં ખાતાંમાં સીધા જ એક ક્લિક પર 18 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. જ્યારથી આ યોજનાની શરૂઆત થઈ છે ત્યારથી 1 લાખ 10 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ ખેડૂતોનાં ખાતાંમાં પહોંચી ચૂક્યા છે. મને આજે એ અફસોસ છે કે મારા પશ્ચિમ બંગાળના 70 લાખથી વધુ ખેડૂત ભાઈ-બહેનોને એનો લાભ મળ્યો નથી. બંગાળના 23 લાખથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી ચૂક્યા છે. જોકે રાજ્ય સરકારે વેરિફિકેશનની પ્રકિયાને આટલા લાંબા સમયથી રોકી રાખી છે.

    મોદીએ કહ્યું હતું કે આજે દેશના 9 કરોડથી વધુ પરિવારોનાં બેન્કનાં ખાતાંમાં સીધા જ એક ક્લિક પર 18 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. જ્યારથી આ યોજનાની શરૂઆત થઈ છે ત્યારથી 1 લાખ 10 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ ખેડૂતોનાં ખાતાંમાં પહોંચી ચૂક્યા છે. મને આજે એ અફસોસ છે કે મારા પશ્ચિમ બંગાળના 70 લાખથી વધુ ખેડૂત ભાઈ-બહેનોને એનો લાભ મળ્યો નથી. બંગાળના 23 લાખથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી ચૂક્યા છે. જોકે રાજ્ય સરકારે વેરિફિકેશનની પ્રકિયાને આટલા લાંબા સમયથી રોકી રાખી છે.જે પક્ષ પશ્ચિમ બંગાળમાં ખેડૂતોના અહિત અંગે કઈ જ બોલતો નથી, તે અહીં દિલ્હીમાં આવીને ખેડૂતોની વાત કરે છે. આ પક્ષોને આજકાલ APMC મંડિયોની ખૂબ જ યાદ આવી રહી છે. જોકે તે વારંવાર ભૂલી જાય છે કે કેરળમાં APMC મંડિયો છે જ નહિ. કેરળમાં આ લોકો ક્યારેય આંદોલન કરતા નથી.

અમે લક્ષ્ય બનાવીને કામ કર્યું છે કે દેશેના ખેડૂતોની ઈનપુટ કોસ્ટ ઘટે. સોશિયલ હેલ્થ કાર્ડ, યુરિયા નીમ કોંટિગ, લાખો સોલર પંપની યોજના, આ કારણે શરૂ થઈ. સરકારે પ્રયાસ કર્યો કે ખેડૂતોની પાસે એક સારા પાક વીમાનું કવચ હોય. આજે કરોડો ખેડૂતોને પીએમ પાક વીમા યોજનાનો લાભ મળી રહ્યો છે.

મંત્રીજગ્યા
અમિત શાહકિશનગઢ ગામ, મહારૌલી, દિલ્હી
નીતિન ગડકરીસિલચર, આસામ
ગજેન્દ્ર સિંહ શેખાવતજેસલમેર, રાજસ્થાન
રવિશંકર પ્રસાદપટના, બિહાર
વીકે સિંહગાજિયાબાદ, ઉત્તરપ્રદેશ
    આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી છે. સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી(BJP) તરફથી કાર્યક્રમ કરાવવામાં આવે છે. આ કાર્યક્રમોમાં કેન્દ્રીય મંત્રી, BJP શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, મંત્રી, સાંસદો, ધારાસભ્યો સામેલ હશે. ખેડૂતોને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન બતાવવામાં આવશે. આ દરમિયાન BJP કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને કૃષિ કાયદાઓને લઈને લખવામાં આવેલા કૃષિમંત્રીના પત્રને વહેંચશે.વડાપ્રધાન કિસાન સમ્માન નિધિ અંતર્ગત સમગ્ર દેશના ખેડૂતોને દર વર્ષે કેન્દ્ર સરકાર તરફથી 6 હજાર રૂપિયા 3 હપતામાં આપવામાં આવે છે. અત્યારસુધીમાં 10 કરોડ 96 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી ચૂક્યો છે. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ માહિતી પ્રેસ-કોન્ફરન્સમાં આપી છે. તેમણે જણાવ્યું હતું કે PM મોદી કિસાનોને નવા કૃષિ કાયદાઓની ખૂબીઓ પણ બતાવશે. આ કાર્યક્રમ માટે 22 ડિસેમ્બર સુધીમાં સમગ્ર દેશના 2 કરોડ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

    કૃષિ કાયદાઓની વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 30મો દિવસ છે. સરકારે ગુરુવારે વધુ એક પત્ર લખીને ખેડૂતોને વાતચીત માટે દિવસ અને સમય નક્કી કરવાની અપીલ કરી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે ખેડૂતોના મુદ્દાને હલ કરવા માટે સરકાર ગંભીર છે, સાથે જ સરકારે એ સ્પષ્ટ કર્યું છે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ સાથે જોડાયેલી કોઈપણ નવી માગ જે નવા કૃષિ કાયદાઓની સીમાથી બહાર છે, એને વાતચીતમાં સામેલ કરવી એ યોગ્ય નથી. બુધવારે જ ખેડૂતોએ સરકારના અગાઉ મોકલેલા પત્રને નકારી દીધો હતો. તેમણે કહ્યું હતું કે સરકારના પ્રપોઝલમાં દમ નથી, નવો એજન્ડા લાવે પછી વાત થશે.


Download Our B K News Today App



Related News