ખેડૂતોએ થાળી વગાડીને મનકીબાતનો વિરોધ કર્યો, કહ્યું-જેવી રીતે તેમણે કોરોના ભગાવ્યો, અમે કાયદાને ભગાડી રહ્યાં છીએ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-27 13:40:18
  • Views : 450
  • Modified Date : 2020-12-27 13:40:18

       નવા કૃષિ કાયદાના વિરોધમાં દેશભરના ખેડૂત 32 દિવસથી દિલ્હી બોર્ડર પર એકઠા થયા છે. ખેડૂત સંગઠન કાયદો પાછો લેવા માટે જીદ પર અડગ છે. તેમનું કહેવું છે કે તે કાયદામાં કોઈ પણ પ્રકારના સુધારા માટે તૈયાર નથી, સરકારે તેને પાછા લેવા પડશે. ખેડૂતોએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમનો વિરોધ થાળી વગાડીને વિરોધ કર્યો. ભારતીય કિસાન યૂનિયન(BKU)ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, જેવી રીતે PMએ કહ્યું હતું કે, કોરોના થાળી વગાડવાથી ભાગી જશે, એ જ રીતે ખેડૂત પણ થાળી વગાડી રહ્યાં છે જેથી કૃષિ કાયદાને ભગાડી શકાય.તેમણે કહ્યું કે, આ સરકાર માટે સંકેત છે કે સરકાર ઝડપથી સુધરી જાય. 29 ડિસેમ્બરે અમે સરકાર સાથે મુલાકાત કરીશું. નવું વર્ષ સૌના માટે શુભ હોય અને જો મોદીજી પણ કાયદો પાછો લઈ લે, તો અમારા જેવા ખેડૂત ભાઈઓ માટે પણ નવું વર્ષ શુભ થઈ જશે.

    આ પહેલા શનિવારે ખેડૂત સંગઠન સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર થયા હતા. સંયુક્ત કિસાન મોરચાએ નક્કી કર્યું હતું કે, વાતચીત ફરી શરૂ કરવામાં આવશે. ખેડૂતોએ સરકાર સાથે મીટિંગ માટે 29 ડિસેમ્બરે સવારે 11 વાગ્યાનો સમય આપ્યો છે, પણ 4 શરતો રાખી છે.ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાની સંભાવનાઓ પર વાતચીત થાયમિનીમમ સપોર્ટ પ્રાઈઝની કાયદાકીય ગેરંટી વાતચીતના એજન્ડામાં રહેશેકમિશન ફોર ધ એર ક્વોલિટી મેનેજમેન્ટ ઓર્ડિનેન્સ હેઠળ સજાના પ્રોવિજન ખેડૂતો પર લાગૂ ન થાય. ઓર્ડિનેન્સમાં સુધારો કરીને નોટિફાઈ કરવામાં આવે.ઈલેક્ટ્રિસિટી અમેન્ડમેન્ટ બિલમાં ફેરફારનો મુદ્દો પણ વાતચીતના એજન્ડામાં સામેલ થવો જોઈએ.

    આંદોલન વચ્ચે વડાપ્રધાન મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા 100મી ખેડૂત રેલવેને લીલી ઝંડી આપીને રવાના કરશે. આ કાર્ગો ટ્રેન મહારાષ્ટ્રના સંગોલાથી પશ્વિમ બંગાળના શાલીમાર જશે. આ મલ્ટી કમોડિટી ટ્રેન ફુલાવર, શિમલા મરચા, મરચા અને ડુંગળી સાથે સંતરા, દાડમ, કેળા, સફરજન વગેરે લઈને જશે.વડાપ્રધાન કાર્યાલયે આ માહિતી આપી.

    આંદોલનથી પાછા આવેલા હોશિયારપુરના ખેડૂતનું હાર્ટઅટેક અને તલવંડી સાબોના ખેડૂતનું ઠંડીથી મોત થઈ ગયું છે. એક મહિનાથી કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ખેડૂત આંદોલનમાં ગયેલા હોશિયારપુર જિલ્લાના ગાંમ રડાના એક ખેડૂતનું ઘરે પાછા ફરતી વખતે હાર્ટઅટેકથી મોત થયું હતું. મૃતક ખેડૂતની ઓળખ ભૂપિંદર સિંહ પુત્ર મોહન સિંહ તરીકે થઈ છે.તો આ તરફ તલવંડી સાબોના ગામ ભાગીવાંદરના ગુરપ્યાર સિંહનું ઠંડીના કારણે શુક્રવારે રાતે ઘરમાં મોત થયું. તે 20 દિવસથી ટિકરી બોર્ડર પર સેવા આપી રહ્યાં હતા. મોરચામાં ઠંડી લાગી ગઈ હતી.ગુરુવારે હાલત ગંભીર થઈ જતા ઘરે લઈ જવાયા, જ્યાં શુક્રવાર મોડી રાતે તેમનું નિધન થઈ ગયું.

    ખેડૂતોએ સરકારને જે ચિઠ્ઠી લખી છે, તેમા કહ્યું કે, સરકારે ગત વખતની મીટિંગ્સ વિશે ખોટી માહિતી ફેલાવવી ન જોઈએ. સરકારની આખી મશીનરીએ ખેડૂત આંદોલનને બદનામ કરવાની જે મુહિમ ચલાવી છે, તેને તાત્કાલિક બંધ કરવી જોઈએ.ખેડૂતોએ સરકારને જે ચિઠ્ઠી લખી છે, તેમા કહ્યું કે, સરકારે ગત વખતની મીટિંગ્સ વિશે ખોટી માહિતી ફેલાવવી ન જોઈએ. સરકારની આખી મશીનરીએ ખેડૂત આંદોલનને બદનામ કરવાની જે મુહિમ ચલાવી છે, તેને તાત્કાલિક બંધ કરવી જોઈએ.



Download Our B K News Today App



Related News