તહેવારોની મોસમ પહેલા ફરી મોંઘુ થઈ શકે છે દૂધ?

  • Published By :
  • Published Date : 2022-09-09 16:40:34
  • Views : 284
  • Modified Date : 2022-09-09 16:40:34

તહેવારોમાં દૂધમાંથી બનતી મીઠાઈઓ મોંઘી થઈ શકે છે, એક તરફ પશુઓમાં રોગના કારણે દૂધ ઉત્પાદન પર અસર થઈ છે. બીજી તરફ મોંઘા ઘાસચારાના કારણે દૂધ સસ્તું થવાની સંભાવના ઓછી છે અને મોંઘુ થવાની શક્યતા વધું છે. દેશના મુખ્ય દૂધ ઉત્પાદક રાજ્યોમાં દૂધાળા પશુઓમાં લમ્પિ વાઇરસ નો રોગ ફેલાયો છે અને તેના કારણે દૂધ ઉત્પાદનને અસર થઈ છે. ગુજરાત અને રાજસ્થાન બાદ હવે આ રોગ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ ફેલાયો છે. ઉત્તર પ્રદેશ પછી આ રાજ્યોમાં સૌથી વધુ દૂધનું ઉત્પાદન થાય છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પશુ આહાર પણ 15-17 ટકા મોંઘો થયો છે. એટલે કે દૂધ ઉત્પાદનમાં પશુપાલકોનો ખર્ચ વધી ગયો છે અને ઘાસચારો મોંઘો થયો છે તેટલો દૂધના ભાવમાં વધારો થયો નથી. મોંઘો ઘાસચારો દૂધના ભાવમાં વધારો થવાની ભીતિને વધુ મજબૂત કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે મધર ડેરી અને અમૂલ બંનેએ ગયા મહિને દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો. 6 મહિનામાં દૂધના ભાવમાં આ સતત બીજો વધારો હતો. 

Download Our B K News Today App



Related News