મોંઘવારીનો ઘા હવે ખેડૂતો પરઃ DAP અને NPK ખાતરમાં ધરખમ વધારો, જાણો કેટલો વધ્યો ભાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-01 14:49:06
  • Views : 378
  • Modified Date : 2022-04-01 14:49:06

મોંઘવારીના માર વચ્ચે ખેડૂતો માટે માઠા સમચાર

ડીએપીમાં 150 રૂ. અને એનપીકેમાં 285 રૂ. ભાવમાં વધારો 

17મી માર્ચે જ સંઘાણીએ કહ્યું હતું ભાવ વધારો આવશે 

થોડા દિવસ અગાઉ જ ખાતરમાં અસહ્ય ભાવ વધારાના સંકેત અપાયા હતા. રાજકોટ ખાતે ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, ખાતરમાં મોટો ભાવ વધારો આવશે. ત્યારે હવે આજે ખાતરમાં ભાવ વધારો થઇ ચૂક્યો છે. હવે ડીએપી ખાતરમાં રૂ. 150નો ભાવ વધારો અને NPKમાં રૂ. 285નો ભાવ વધારો થયો છે.

 

17મી માર્ચે જ સંઘાણીએ કહ્યું હતું ભાવ વધારો આવશે 
ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડના પ્રમુખ દિલીપ સંઘાણીએ રાજકોટ ખાતે મીડિયાને સંબોધતા સંકેત આપતાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ખાતરના ભાવમાં મોટો વધારો આવશે. ઉલ્લેખનીય છે કે, રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ધીમે ધીમે સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. પહેલા ક્રુડ ઓઈલના ભાવ વધતાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વાધારાની શક્યતાની વચ્ચે 17 મી માર્ચે રાજકોટ ખાતે ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડના પ્રમુખ દિલીપ સંઘાણીએ મીડિયાને સંબોધતા સંકેત આપ્યો હતો કે, આગામી દિવસોમાં ખાતરના   ભાવમાં મોટા વધારો આવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, 2014માં ખાતર ઉપર 70 હજાર કરોડની સબસીડી આપવામાં આવી હતી. જેની સામે ગત વર્ષે સરકારે 1.35 લાખ કરોડની સબસીડી સરકારે ખેડૂતને આપી છે. આમ ફરી એક ખાતરના ભાવ વધતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

ભારત યુક્રેનમાંથી મોટી માત્રામાં રાસાયણિક ખાતરની આયાત કરે છે
મહત્વનું છે કે,   રશિયા વિશ્વના એમોનિયમ નાઈટ્રેટના બે તૃતીયાંશ ઉત્પાદન કરે છે. રશિયા વિશ્વમાં તેનો સૌથી મોટો નિકાસકાર છે. તેના પુરવઠામાં વિક્ષેપને કારણે, વિશ્વભરમાં પાકનું ઉત્પાદન મોંઘું થશે. તેનાથી ખાદ્ય ફુગાવો વધવાની શક્યતા છે. અમેરિકામાં ખાદ્ય ફુગાવો 6 ટકાની ઉપર પહોંચી ગયો છે. ભારત યુક્રેનમાંથી મોટી માત્રામાં રાસાયણિક ખાતરની આયાત કરે છે. તેના પુરવઠામાં વિક્ષેપને કારણે દેશમાં ખાતરની અછત સર્જાઈ શકે છે. એટલું જ નહીં, મોટાભાગના ફર્ટિલાઈઝર પ્લાન્ટ હવે કોલસાને બદલે ગેસ પર શિફ્ટ થઈ ગયા છે. યુક્રેનથી ગેસ પુરો પાડવામાં આવે છે

 

Download Our B K News Today App



Related News