ખેડૂત આંદોલનમાં ધખલ દેવા 7 અમેરિકન સાંસદોએ પોમ્પિયોને ચિઠ્ઠી લખી, ભારતે કહ્યું- આ આંતરિક મુદ્દો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 13:30:39
  • Views : 507
  • Modified Date : 2020-12-25 13:30:39

    અમેરિકાના સાત સાંસદોએ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોને ચિઠ્ઠી લખી છે. પત્રમાં પોમ્પિયોને અપીલ કરવામાં આવી છે કે, ખેડૂત આંદોલન મુદ્દે ભારત સરકાર સાથે વાતચીત કરવી જોઈએ. પત્ર લખનારમાં ભારતીય મૂળના સાંસદ પ્રમિલા જયપાલ પણ સામેલ છે. જયપાલ સિવાય આ લેટર પર ડોનાલ્ડ નોરક્રોસ, બ્રેંડન એપ બોયલ, બ્રાયન ફિટ્જપેટ્રિક, મેરી ગે સ્કૈનલન, ડેબી ડિંગલ અને ડેવિડ ટ્રોનના સાઈન છે.જોકે ભારત વિદેશી નેતાઓના ખેડૂત આંદોલન પર નિવેદનોને નકારીને તેમને આંતરિક મુદ્દાઓમાં દખલ ન દેવા કહી ચૂક્યા છે.આ પહેલાં કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું.પોમ્પિયોને લખેલા પત્રમાં અમેરિકન સાંસદોએ કહ્યું કે, આ આંદોલનના કારણે ઘણાં ભારતીયો પ્રભાવિત થઈ રહ્યા છે. તેનું કારણ એ છે કે, તેમના સંબંધીઓ પંજાબ અથવા ભારતના અન્ય હિસ્સામાં રહે છે. તેથી તમે તમારા ભારતીય સમકક્ષ (વિદેશ મંત્રી એસ જયશંકર) સામે આ મુદ્દો ઉઠાવો. સાંસદોએ આ પત્ર 23 ડિસેમ્બરે લખ્યો હતો.

    સાંસદોએ કહ્યું કે, બંધારણીય પદ પર હોવાથી અમે ભારત સરકારની નેશનલ પોલિસી નિર્ધારણના અધિકારોનું સન્માન કરીએ છીએ. અમે ભારત અને વિદેશોમાં તે લોકોના અધિકારોનો પણ સ્વીકાર કરીએ છીએ જે અત્યારે કૃષિ કાયદાના વિરોધનમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા છે. કારણકે તેઓને આ કાયદાથી આર્થિક નુકસાનનો ભય છે.નવા કૃષિ કાયદાના વિરોધમાં દેશમાં ખેડૂત સંગઠનો 26 નવેમ્બરથી દિલ્હી બોર્ડર પર ધરણાં-પ્રદર્શન કરી રહ્યા છે. પંજાબ, હરિયાણા અને દેશના અન્ય રાજ્યોના ખેડૂતોની માંગ છે કે, સરકાર આ કાયદાઓને પરત લે. ખેડૂત અને સરકાર વચ્ચે ઘણાં તબક્કે વાત થઈ છે પરંતુ અત્યાર સુધી કોઈ સમાધાન નીકળ્યું નથી.

    આ પહેલાં કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ગુરુનાનક જયંતીના દિવસે ભારતના પ્રદર્શનકારી ખેડૂતોનું સમર્થન કરતા કહ્યું હતું કે, સ્થિતિ ચિંતાજનક છે. અમે હંમેશા શાંતિપૂર્ણ પ્રદર્શનના પક્ષમાં રહ્યા છીએ. આ વિશે ભારતના વિદેશ મંત્રાલયે સખત વિરોધ નોંધાવ્યો હતો. મંત્રાલયે કહ્યું હતું કે, અમારા આંતરિક મુદ્દાઓ વિશે આવા નિવેદન ન કરવા જોઈએ. અમે આ સહન નહીં કરીએ. જો આવા નિવેદનો ચાલુ જ રહેશે તો સંબંધોને નુકસાન થઈ શકે છે.


Download Our B K News Today App



Related News