ડીસા માર્કેટયાર્ડ ખાતે મગફળી ની આવક શરૂ પ્રથમ દિવસે ૩૦૦ બોરી ની આવક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-31 11:18:03
  • Views : 428
  • Modified Date : 2022-05-31 11:18:03

 

ડીસા તાલુકો એ વર્ષોથી ખેતી સાથે જોડાયેલો તાલુકો છે જેના કારણે દર વર્ષે ડીસા તાલુકામાં ખેડૂતો પોતાના ખેતરમાં મગફળી નું વાવેતર કરતા હોય છે સરકાર દ્વારા જ્યારથી ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત કરી છે ત્યારથી ડીસા તાલુકામાં મગફળીનું વાવેતર પણ વધ્યું છે ગત વર્ષ કરતાં આ વર્ષે ડીસા તાલુકામાં મગફળીના વાવેતરમાં સારા ભાવ મળતાં વાવેતરમાં પણ વધારો જોવા મળ્યો હતો ખાલી ત્યારે ડીસા માર્કટયાર્ડ ખાતે ઉનાળુ મગફળી ની આવક શરૂ થઈ ચૂકી છે જેમાં પ્રથમ દિવસ થી નોંધપાત્ર આવક સાથે ભાવો પણ સારા રહેતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.સમગ્ર ઉત્તર ગુજરાત માં મોખરાનું કહી શકાય તેવા ડીસા માર્કેટયાર્ડ ખેડૂતો માટે  ખેતપેદાશો વેચવા માટે  મહત્વનું ગણી શકાય તેમ છે અહીં તમાકુ ,બટાકા સહિત વિવિધ ખેતપેદાશો નું પણ સારા ભાવ સાથે વેચાણ થઈ રહ્યું છે ત્યારે આ મોખરાના કહી શકાય તેવા ડીસા માર્કેટયાર્ડ માં સોમવાર થી ઉનાળુ મગફળી ની આવકો શરૂ થઈ ચૂકી છે લગ્નગાળાની સિઝન પૂર્ણ થતાં જ ખેડૂતો પોતાના પાક વેચવા માટે આવી પહોંચ્યા છે જેમાં આજે પ્રથમ દિવસે ડીસા માર્કેટયાર્ડ માં ઉનાળુ મગફળી ની ૩૦૦ બોરી ની આવક નોંધાઇ હતી અને ભાવ પણ પ્રતિમણ (૨૦ કિલો) ના ૧૨૦૦ થી ૧૨૯૧ જેટલા સારા રહેતા ધરતીપુત્રો માં પણ ખુશી જોવા મળી હતી અને હજુ પણ ભાવો સારા જવાની આશા ખેડૂતો માં જોવા મળી હતી

Download Our B K News Today App



Related News