બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે મહિનામાં જ પાણીના તળ 200 થી 300 ફુટ ઉંડા જતા ખેડૂતોએ નવા બોર બનાવવાની નોબત આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-13 12:47:48
  • Views : 257
  • Modified Date : 2022-06-13 12:47:48

 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે મહિનામાં જ પાણીના તળ 200 થી 300 ફુટ ઉંડા જતા ખેડૂતોએ નવા બોર બનાવવાની નોબત આવી છે જોકે નવા બોર બનાવવા બાદ પણ પાણી મળતા ખેડૂતો લાખો રૂપિયાના દેવા તળે દબાઈ રહ્યા છે ત્યારે હવે આ વર્ષે ચોમાસુ સારું નહીં આવે તો ખેડૂતો હિજરત કરવાની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે

 

રણની કાંધી ને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે છેલ્લા ત્રણ વર્ષથી સતત ઓછો વરસાદ થવાના કારણે અહીંના ત્રણેય જળાશયો તળિયાઝાટક છે અને પાણીના તળ પણ દિવસે ને દિવસે ઊંડા જઇ રહ્યા છે છેલ્લા બે મહિનામાં જ પાણી ના તળ 200 ફૂટથી પણ વધુ ઊંડા પહોંચી ગયા હતા. ગત વર્ષે જે પાણી 500 થી 600 મળતું હતું તે હવે 800 થી 900 ફૂટે મળે છે પેટાળમાં પાણીનું સ્તર નીચે જતા અત્યારે ખેડૂત ગંભીર પરિસ્થિતિ નો સામનો કરી રહ્યો છે. સિંચાઈ માટે તો ઠીક પરંતુ કેટલી જગ્યાએ પીવા ના પાણી માટે પણ વલખાં મારવા પડે છે અનેક જગ્યાએ પાણી વિના ખેતરો માં ઉભી પાક બળી રહ્યો છે ત્યારે હવે ખેડૂતો પાણી મેળવવા માટે ક્યાંક બોર ની કોલમો વધુ નીચે ઉતારી રહ્યા છે તો કેટલીક જગ્યાએ નવા બોર બનાવી રહ્યા છે જો કે લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ મોટાભાગના બોર માં પાણી ન મળતાં લાખો રૂપિયાનો ખર્ચ એળે જાય છે એક તરફ મોંઘવારી માઝા મૂકી છે , સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી અને બોર પણ ફેલ જતા ખેડૂતો દેવાદાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં ખેડૂતો માત્ર ભગવાન પર ભરોસો રાખીને બેઠા છે અને જો આ વર્ષે ચોમાસુ સારું નહીં આવે તો ખેડૂતોએ હિજરત કરવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ડીસા તાલુકામાં પણ આ વર્ષે નહિવત વરસાદ ના કારણે પાણીના તળ ઉંડા જઈ રહ્યા છે જેના કારણે ડીસા તાલુકાના ખેડૂતોએ પાણી માટે સરકારમાં અનેકવાર રજૂઆતો કરી છે પરંતુ આજદિન સુધી સરકાર દ્વારા ખેડૂતો માટે કોઈ જ પાણીની વ્યવસ્થા કરાઇ નથી ખેડૂતોની માંગ છે કે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં નર્મદાનું પાણી ઉમેરવામાં આવે તેના કારણે પાણીના તળ ઊંચા આવે અને ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે બીજી તરફ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી માં નર્મદાનું પાણી નાખી વહેતી કરવામાં આવે છે જેથી ડીસા સહિત અનેક ગામોમાં પાણીના તળ ઉંચા આવે જેથી ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે.

 

Download Our B K News Today App



Related News