ખેડૂતોના સમર્થનમાં વકીલે ઝેર ખાઈને આપઘાત કર્યો, લખ્યું- PM અમુક લોકોના જ થઈને રહી ગયા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-27 16:13:22
  • Views : 449
  • Modified Date : 2020-12-27 16:13:22

    કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા 32 દિવસથી જ્યાં દેશના ખેડૂત દિલ્હીના દરવાજા પર ખડેપગે છે, ત્યાં મોતનો સિલસિલો પણ અટકી રહ્યો નથી. રવિવારે સવારે બહાદૂરગઢના ટિકરી ખાતે આવેલા હરિયાણા-બોર્ડર પર પંજાબના વધુ એક ખેડૂતે ઝેર ખાઈને આપઘાત કરી લીધો છે. સુસાઈડ પહેલા ખેડૂતે વડાપ્રધાન મોદીના નામે એક પત્ર લખ્યો છે. પત્રનો અમુક ભાગ ટાઈપ કરેલો છે જ્યારે અમુક ભાગ પેન વડે લખેલો છે. હાલ પોલીસ પહેલાથી ટાઈપ કરીને લાવવામાં આવેલા પત્રની તપાસ કરી રહી છે. અત્યાર સુધી આ આંદોલનમાં 30થી વધુ ખેડૂતોના મોત આત્મહત્યા અને ઠંડીના કારણે થઈ ચૂક્યાં છે.


    આત્મહત્યા કરનાર ખેડૂતની ઓળખ ફાજિલ્કા જિલ્લાના મંડી લાધૂકાના રહેવાસી અમરજીત સિંહ રાયના રૂપમાં થઈ છે. તે ખેડૂત હોવાની સાથે સાથે વકીલ પણ હતા અને જલાલાબાદ બાર એસોસિએશનના સભ્ય હતા. છેલ્લા એક સપ્તાહથી તે ધરણામાં સામેલ હતા.અમરજીત સિંહ રાયે રવિવારે સવારે દિલ્હી-હરિયાણા બોર્ડરથી લગભગ 6 કિમી દૂર પકોડા ચોક પાસે ઝેર ખાઈ લીધું. સ્થિતિ બગડતા વકીલને રોહતક PGIMS રેફર કરવામાં આવ્યા, પણ ત્યાં તેમનું મોત થઈ ગયું. જેની પુષ્ટી ખેડૂત યૂનિયનના જિલ્લા અધ્યક્ષ સતપાલ કંબોજે કરી, જે રોહતક હોસ્પિટલમાં તેમની સાથે હતા.


    મૃતક વકીલ અમરજીત સિંહે મોતને ગળે લગાવતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક પત્ર પણ લખ્યો છે. જેમાં અમરજીતે ત્રણ કૃષિ કાયદાને ખેડૂત વિરોધી ગણાવ્યા છે. તેમણએ ખેડૂત આંદોલનના સમર્થનમાં તેમનું બલિદાન આપવાની વાત લખી. વકીલે લખ્યું છે કે વડાપ્રધાન અમુક લોકોના જ થઈને રહી ગયા છે. ત્રણ કૃષિ બિલ ખેડૂત, મજૂર, અને સામાન્ય માણસનું જીવન બરબાદ કરી નાંખશે. ખેડૂત,મજૂર અને સામાન્ય માણસની રોજી રોટી ન છીનવો. મળતી માહિતી પ્રમાણે, પીડિત વકીલ વડાપ્રધાનના માટે આ પત્ર પહેલાથી ટાઈપ કરીને લાવ્યા હતા. જો કે, આ પત્રમાં હાથથી લખવામાં આવ્યું છે કે, ન્યાય પાલિકૈા પણ જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે.

  • 1.     કૃષિ કાયદાના વિરુદ્ધ આંદોલનકાર ખેડૂત ગત 26 નવેમ્બરે સોનીપતાન સિંધુ બોર્ડર પર તો 27 નવેમ્બરે બહાદૂરગઢના ટીકરી બોર્ડર પર આવી ગયા હતા. ત્યારપછીથી બન્ને જગ્યાએ મોતનો સિલસિલો યથાવત છે.
  • 2.    28 નવેમ્બરે બહાદૂરગઢના બાઈપાસ પર સહાયક મેકેનિક જનકરાજનું ગાડીમાં જીવતા સળગી જવાથી મોત થયું છે.
  • 3.    28 નવેમ્બર 2020ના રોજ માનસા જિલ્લાના ગામ ચહલાંવાલી ખ્યાલીના ધન્ના સિંહનું દિલ્હી જતી વખતે રોડ અકસ્માતમાં મોત થઈ ગયું.
  • 4.    29 નવેમ્બરની રાતે તબિયત લથડવાથી ગજ્જનસિંહ, મેવા સિંહનું મોત થયું.
  • 5.    2 ડિસેમ્બર 2020ના રોજ માનસા જિલ્લાના ગામ બચ્છોઆનાના ખેડૂત ગુરજંટ સિંહનું બિમારીના કારણે મોત થયું
  • 6.    5 ડિસેમ્બરે પણ એક ખેડૂતનું મોત થયું હતું, પણ તેની ઓળખ થઈ શકી નથી.
  • 7.    6 ડિસેમ્બરે સિરસાના ડબવાલી વિસ્તારમાં આવેલા ખુઈયાં મલકાના ટોલ પ્લાઝા પાસે છ સાથીઓ સાથે દિલ્હીથી પાછા આવેલ કમલદીપ સિંહ બસમાંથી ઉતરતાની સાથે ચક્કર ખાઈને પડી ગયા. હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ નિધન થયું.
  • 8.    8 ડિસેમ્બરે દિલ્હી-હરિયાણાની સિંધુ બોર્ડર પર ચાલી રહેલા આંદોલનમાં TDI સિટીના સામે સોનીપત જિલ્લાના ગામ બરોદાના રહેવાસી અજય(32)નું મોત ઠંડીના કારણે થયું.
  • 9.   10 ડિસેમ્બરની સવારે ભઠિંડા જિલ્લાના લગભગ 37 વર્ષના જય સિંહનું હાર્ટઅટેકથી મોત થયું
  • 10. 12 ડિસેમ્હર ભઠિંડા જિલ્લાના ગામ લાલેઆનાના ખેડૂત લખવીર સિંહનું હાર્ટઅટેકના કારણે મોત થઈ ગયું
  • 11. 16 ડિસેમ્બરે કરનાલ જિલ્લાના સિંઘડાના રહેવાસી 65 વર્ષીય સંત બાબા રામ સિંહે ગોળી મારીને આપઘાત કરી લીધો.

Download Our B K News Today App



Related News